રાજકોટઃ સમગ્ર વિશ્વમાં હાલ કોરોના વાઇરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ત્યારે ભારતમાં વડાપ્રધાન મોદી દ્વારા 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેનો સમગ્ર દેશમાં કડક અમલ પોલોસ દ્વારા કરાવવામાં આવી રહ્યો છે, પરંતુ રાજકોટના પડધરી નજીક આવેલા રંગપર ગામે પોલીસ લોકડાઉનનો અમલ કરાવવા ગઈ હતી.
લોકડાઉનનો ભંગ કરનારા ઇસમનું બાઈક ડીટેઈન કરવા બાબતે 10થી 15 જેટલા ઈસમોએ પોલીસ પર હુમલો કર્યો હતો.
પડધરી પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI વકારભાઈ અરબ, કોન્સ્ટેબલ વિમલભાઈ રમેશભાઈ વેકરીયા અને ડ્રાઈવર પર આ હુમલો થયો હોવાનું પ્રાથમિક વિગતમાં બહાર આવ્યુ હતું.
હુમલામાં કોન્સ્ટેબલ વિમલભાઈ વેકરીયાને ઇજા પહોંચતા તેમને તાત્કાલિક વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ પડધરી પોલીસ દ્વારા હુમલો કરનાર ટોળા વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી હતી.