- ગુજરાત પર તૌકતે વાવાઝોડાનું સંકટ
- નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવામાં આવ્યા
- પોલીસે વૃદ્ધને ખભા પર બેસાડીને કરાવ્યું સ્થળાંતર
રાજકોટ: તૌકતે વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધીને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ઘણા ગામોમાં અને શહેરમાં નુકસાન જોવા મળી રહ્યું છે. રાજકોટ રૂરલ પોલીસ દ્વારા તૌકતે વાવાઝોડાના જોખમને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવામા આવ્યા હતા, ત્યારે આ વિસ્તારોને ખાલી કરાવતી વખતે રાજકોટ જિલ્લાના પડધરીમાં પોલીસનો એક સુંદર વીડિયો સામે આવ્યા હતો. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, એક કોન્સ્ટેબલ તેની પીઠ પર એક વૃદ્ધને બેસાડીને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો - રાજકોટ પોલીસ કમિશ્નરનો નિર્ણય, આગામી 48 કલાક સુધી પોલીસના અધિકારીઓ જવાનો ઘરે નહી જાય
રાજકોટ જિલ્લાના પડધરીમાં પોલીસનો એક સુંદર વીડિયો આવ્યો સામે
આ સમગ્ર વીડિયોમાં પોલીસ જવાનો ગરીબ મજૂર વર્ગના નાના બાળકોને પોતાના ખભા પર બેસાડી કરી રહ્યા છે. સ્થાળાંતર વીડિયોમાં જોવા મળતા માનવતાવાડી પોલીસ જવાન જસમત માંન્કોલીયા અને સુભાષ ડાભીને સલામ છે. કારણ કે, માનવતાને ઉદાહરણ પૂરું પાડતો આ વીડિયો જોતા જ લોકો સમજી જશે. હાલ તૌકતે વવાઝોડાનો તરખાટ જોવા મળી રહ્યો છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે, આગામી 48 કલાક સુધી પોલીસના અધિકારીઓ જવાનો ઘરે નહીં જાય, બંદોબસ્તના સ્થળે હાજર રહેશે. GRD, SRP, હોમ ગાર્ડના જવાનો સ્થળ પર જ રહેશે.
આ પણ વાંચો - રાજકોટ કલેક્ટરે વાવાઝોડાના લીધે લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી