ETV Bharat / state

રાજકોટના રમાનાથ મહાદેવના મંદિરમાં દર્શન સમયે ભાજપના યુવા નેતા અને પૂજારી વચ્ચે થઈ બબાલ

મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે રાજકોટ શહેરના રામનાથ મહાદેવના મંદિરે રાજકોટ તાલુકા ભાજપના યુવા નેતા પણ દર્શન માટે આવ્યા હતા. આ દરમિયાન ભાજપના નેતા અને મંદિરના પૂજારી વચ્ચે બોલાચાલી થયાની ઘટના સામે આવી છે.

ભાવિકે મોબાઈલ કેમેરામાં ઘટના કેદ કરી
ભાવિકે મોબાઈલ કેમેરામાં ઘટના કેદ કરી
author img

By

Published : Mar 11, 2021, 7:38 PM IST

  • રામનાથ મહાદેવ મંદિરમાં બબાલ થયાની વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ
  • ભાવિકે મોબાઈલ કેમેરામાં ઘટના કેદ કરી
  • મંદિરના પૂજારીએ સ્પષ્ટતા કરી કે કોઈ મોટી માથાકૂટ મંદિરમાં થઈ નથી

આ પણ વાંચોઃ હરિદ્વાર કુંભ: મહાશિવરાત્રી પર્વ પર શાહી સ્નાન માટે ઉમટ્યું જનસૈલાબ

રાજકોટઃ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે રાજકોટના વિવિધ શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. શહેરના રામનાથ મહાદેવના મંદિરે રાજકોટ તાલુકા ભાજપના યુવા નેતા પણ દર્શન માટે આવ્યા હતા. આ દરમિયાન ભાજપના નેતા અને મંદિરના પૂજારી વચ્ચે બોલાચાલી થઈ હતી. ભક્તોની ભીડ વચ્ચે પૂજારી અને ભાજપના નેતા વચ્ચે બબાલ થતાં આ સમગ્ર ઘટના કોઈ ભક્ત દ્વારા મોબાઈલના કેમેરામાં કેદ કરવામાં આવી હતી. રામનાથ મહાદેવના મંદિરે બબાલ થયાની વાત શહેરમાં વાયુવેગે ફેલાતા શહેરભરમાં ચર્ચાનો વિષય બની છે.

રાજકોટના રમાનાથ મહાદેવના મંદિરમાં દર્શન સમયે ભાજપના યુવા નેતા અને પૂજારી વચ્ચે થઈ બબાલ

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિએ દેશવાસીઓને મહાશિવરાત્રી શુભકામનાઓ પાઠવી

જીન્સ પહેરીને પૂજા કરવા જતાં બબાલ થઈ હોવાની ચર્ચા

મંદિરમાં બબાલને લઈને એવી પણ ચર્ચા છે કે રાજકોટ તાલુકાના ભાજપના યુવા નેતા કરણ લાવડીયા મહાદેવ મંદિર ખાતે જીન્સ પહેરીને આવ્યા હતા અને તેઓ મહાદેવની પૂજા કરવા માંગતા હતા. પરંતુ મંદિરમાં જીન્સ પહેરીને પૂજા કરવાની મનાઈ હોવાથી પૂજારી દ્વારા તેમને ટોકવામાં આવ્યા હતા. ત્યારબાદ બન્ને વચ્ચે ભક્તોની હાજરીમાં બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. જો કે આ બબાલ થતાની સાથે જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભાજપના નેતાને મંદિરમાંથી બહાર લઈ ગઈ હતી અને અંતે સમગ્ર મામલો શાંત પડ્યો હતો. આ મામલે મંદિરના પૂજારીએ પણ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે માત્ર મંદિરમાં ભક્તોની ભીડ હતી અને દર્શન માટે સમાન્ય બોલાચાલી થઈ હોઈ શકે હતી શકે. બાકી કોઈ મોટી માથાકૂટ આ મંદિરમાં થઈ નથી.

રામનાથ મહાદેવ મંદિરના પૂજારી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.