રાજકોટઃ વાછરા ગામના પૂર્વ મહિલા સરપંચના ઘરમાં કાર્યકારી સરપંચ સહિત બે શખ્સોએ ઘુસી માર માર્યો હતો. સરપંચની ચૂંટણીનો ખાર રાખી કાર્યકારી સરપંચ મહેશ ખૂંટ તથા છાયા સદસ્ય જયસુખ ચોથાણીએ હુમલો કરતા એસ્ટ્રોસિટી મુજબ ગુનો નોંધાયો છે.
વાછરાના કાર્યકારી સરપંચ સહિત બે શખ્સો વિરુદ્ધ એસ્ટ્રોસિટી મુજબ ગુનો નોંધાયો ગોંડલ તાલુકાના વાછરા ગામના પૂર્વ મહિલા સરપંચના ઘરમાં ઘુસી કાર્યકારી સરપંચ સહિત બે શખ્સોએ જાતિ પ્રત્યે અપમાનિત કરી માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવા હતી. જ્યારે કાર્યકારી સરપંચે ફરિયાદ રાગદ્વેષ રાખી કરવામાં આવી હોવાનું જણાવી ફરિયાદ રદ કરાવવા કોર્ટના દ્વારા ખટખાટાવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.વાછરા ગામના પૂર્વ મહિલા સરપંચ ગંગાબેન મુળજીભાઈ સોલંકીએ કાર્યકારી સરપંચ મહેશ ખૂંટ, સદસ્યાના પતિ જયસુખ ચોથાણી વિરુદ્ધ ઘરમાં ઘુસી માર મારતા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે IPC કલમ 448, 323, 504 તેમજ 114 અને એસ્ટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ મહેતાએ હાથ ધરી હતી.
આ ઘટના અંગે કાર્યકારી સરપંચ મહેશભાઈ ખૂંટે જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા ગંગાબેન વિરુદ્ધ ગ્રામ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત થવા પામી હતી. જેનો ખાર રાખી અમારા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરવામાં આવી છે, ફરિયાદ રદ કરવા અમારા દ્વારા અદાલતના દ્વાર ખટખાટાવવા તાજ વીજ હાથ ધરવામાં આવી છે.