ETV Bharat / state

Increase Fee in Private Schools : કોરોના દરમિયાન સૌરાષ્ટ્રની 1500 ખાનગી શાળાઓમાં થશે ફીમાં વધારો - ગુજરાત શાળા કમિટિ

કોરોના કાળ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે વાલીઓ માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. સૌરાષ્ટ્રની ખાનગી શાળાઓમાં ફીમાં (Increase Fee in Private Schools) વધારો ઝીંકવામાં આવશે, જાણો કેટલા ટકા ખાનગી શાળાઓમાં ફીમાં વધારો થઈ શકે છે.

Increase Fee in Private Schools : કોરોના દરમિયાન સૌરાષ્ટ્રની 1500 ખાનગી શાળાઓમાં ફીમાં વધારો

author img

By

Published : Jan 28, 2022, 7:10 AM IST

રાજકોટઃ આગામી સત્રથી સૌરાષ્ટ્રની 1500 જેટલી ખાનગી શાળાઓમાં ફીમા (Increase Fee in Private Schools) વધારો ઝીંકવામાં આવશે. આ અંગેની મંજૂરી ફી નિર્ધારણ કમિટી દ્વારા આપવામાં આવી છે, જેના કારણે 1500 જેટલી ખાનગી શાળાઓમાં અંદાજીત 5થી 10 ટકા જેટલી ફીનો વધારો કરવામાં આવશે.

3500 ખાનગી શાળા દ્વારા ફી વધારાની માંગ કરાઈ

સૌરાષ્ટ્રના જિલ્લાઓની 3500 જેટલી ખાનગી શાળાઓ દ્વારા ફી નિર્ધારણ કમિટી પાસે આગામી સત્રથી શાળાઓમાં ફી વધારવા માટેની મંજૂરી માંગવામાં આવી હતી. જેમાંથી ફી નિર્ધારણ સમિતિ દ્વારા 1500 જેટલી શાળાઓને ફી (Fee Increase in 1500 Schools in Saurashtra) વધારવા માટેની મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી બાદ હવે 1500 જેટલી ખાનગી શાળાઓ (Fees Approved in Schools) આગામી સત્રથી શાળાઓમાં અંદાજીત 5થી 10 ટકા ફીમાં વધારો કરશે. જ્યારે હજુ પણ 20 હજાર શાળાઓની ફી વધારવાની અરજીને મંજુર કરવામાં આવી નથી. જે આગામી દિવસોમાં મંજુર થશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ વડોદરા: શાળાઓની ફી મુદ્દે વાલીઓએ દિવાળીપુરા કોર્ટથી સાયકલ રેલી યોજી વિરોધ નોંધાવ્યો

છેલ્લા બે વર્ષથી શાળાઓની ફીમાં વધારો નહિ

ખાનગી શાળાઓમાં આગામી સત્રથી ફીમાં વધારો કરવામાં આવનાર છે. ત્યારે આ અંગે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી મહેતાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી ખાનગી શાળાઓ દ્વારા ફીમાં વધારો કરવામાં આવ્યો નથી. જ્યારે કોરોના કાળમાં ખાનગી શાળાઓને ટકાવી રાખવા માટે ફી વધારો કરવો જરૂરી બન્યો છે. કોરોના કાળ દરમિયાન શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવ્યું હતું. ત્યારે શાળાઓ અને શિક્ષકોના પગાર સહિતની બાબતોને ધ્યાનમાં રાખીને આ ફી (What Percentage of Schools Increase Fees) વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ફી વધારાને લઈને વાલીઓની સ્થિતી કફળી

ખાનગી શાળાઓ દ્વારા ફી વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આ મામલે ETV Bharat ને રાજકોટના દિનેશ રાઠોડ નામના વાલીઓએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે હાલ કામ ધંધા (Field of Education in the Corona Era) વ્યવસ્થિત ચાલી નથી રહ્યા. અત્યારની પરિસ્થિતિ એવી છે કે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. એવામાં ઘણા બધા વાલીઓની અગાઉની ફી પણ શાળાઓમાં બાકી છે. ત્યારે ખાનગી શાળાઓ દ્વારા ફીમાં વધારો કરવાની વાત કરવામાં આવતા અમરવા તો પડયા પર પાટુ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચોઃ કોરોના કાળમાં ખાનગી શાળાઓમાં ફી મામલે સરકારે યોગ્ય પગલાં ભર્યા: ભરત પંડ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.