ETV Bharat / state

Cyclone Biparjoy: ભારે પવન-વરસાદના કારણે 20 વૃક્ષ આંશિક ધરાશયી, યુદ્ધના ધોરણે માર્ગો ખોલાયા

પોરબંદરમાં ભારે પવનને કારણે વરસાદ આવ્યો હતો. જે બાદ 20 વૃક્ષ આંશિક ધરાશયી થયા હોવાનું સામે આવ્યું હતું.રાત્રે ભારે વરસાદ અને ભારે પવન વચ્ચે અંદાજે નાના-મોટા 20 વૃક્ષો તૂટી પડ્યા હતા. ક્ષોની ડાળીઓની અડચણો જેસીબી મશીન અને કટરથી દૂર કરવામાં આવી હતી. જોકે કોઇ જાનહાની થઇ ન હતી. અત્યાર સુધીમાં પોરબંદરમાં 56 મિમી રાણાવાવ માં 54 મિમી અને કુતિયાણા માં 66 મિમી વરસાદ પડ્યો છે.

પોરબંદરમાં ભારે પવનને વરસાદના કારણે 20 વૃક્ષ આંશિક ધરાશયી થતા તંત્રએ યુદ્ધના ધોરણે માર્ગો ખુલ્લા કર્યા

author img

By

Published : Jun 13, 2023, 1:46 PM IST

પોરબંદરમાં ભારે પવનને વરસાદના કારણે 20 વૃક્ષ આંશિક ધરાશયી થતા તંત્રએ યુદ્ધના ધોરણે માર્ગો ખુલ્લા કર્યા

પોરબંદર: ભારે પવનને વરસાદના કારણે 20 વૃક્ષ આંશિક ધરાશયી જતા તંત્રએ યુદ્ધના ધોરણે માર્ગો ખુલ્લા કર્યા હતા. કલેકટરના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા તંત્રની ઝડપી કામગીરી જોવા મળી હતી.બિપરજોય વાવાઝોડાની અસરરૂપે પોરબંદરમાં વાતાવરણમાં એકાએક બદલાવ આવ્યો હતો. ગઈ કાલે રાત્રે ભારે વરસાદ અને ભારે પવન વચ્ચે અંદાજે નાના-મોટા 20 વૃક્ષો તૂટી પડ્યા હતા.જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ પાલિકાએ તંત્રએ વૃક્ષોની ડાળીઓની અડચણો જેસીબી મશીન અને કટરથી દૂર કરી વાહન વ્યવહાર ચાલુ રહે તે માટે માર્ગો ખુલ્લા કર્યા હતા. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબીમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દીધું છે.

પૂર્વ તૈયારી: પ્રભારી પ્રધાન કુંવરજીભાઈ બાવળીયા, કલેકટર કે.ડી. લાખાણી ના માર્ગદર્શનમાં વાવાઝોડાની અસરરૂપે તાત્કાલિક રાહત બચાવવાની કામગીરી થઈ શકે અને રિસ્ટોરેશનની પણ કામગીરી થાય તે માટે પોલીસ, રેવન્યુ ,પંચાયત પાલિકા અને એનડીઆરએફ તેમજ અન્ય તમામ એજન્સીઓ તેમજ સ્વેચ્છિક સંસ્થાઓના સંકલનથી ટીમ વર્ક થી પૂર્વ તૈયારી કરવામાં આવી છે. જેના કારણે ખૂબ ઓછા સમયમાં પોરબંદર જિલ્લામાં રીસ્ટોરેશનની કામગીરી થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં પોરબંદરમાં 56 મિમી રાણાવાવ માં 54 મિમી અને કુતિયાણા માં 66 મિમી વરસાદ પડ્યો છે. ત્યારે આગામી સમયમાં વધુ વરસાદ. અને વધુ ઝડપે પવન આવે તેવી સંભાવના છે.

સેવાભાવી સંસ્થાઓ સાથે: વાવાઝોડામાં અસરગ્રસ્તોની મદદે પહોંચવા તાત્કાલિક સેવાભાવી સંસ્થા ઓ સાથે આજે જિલ્લા ભાજપ માં. આગેવાનો એ મિટિંગ યોજી હતી. જેમાં 297 જેટલા આશ્રય સ્થળ સહિત જ્યા જરૂર પડે ત્યાં સુધી ફૂડ પેકેટ પહોંચાડી શકાય તેવી વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઇમરજન્સી સેવા માં ખડે પગે સેવાભાવી સંસ્થાઓ એ તતપરતા દાખવી હતી. આવનાર સમય પોરબંદર માટે ભયજનક પોરબંદર માં બીપર જોય વાવાઝોડા નું સંકટ મંડરાઇ રહ્યું છે. ત્યારે આવનાર સમય માં તારીખ 13 મી ના સવારે વાતાવરણ માં વધુ ફેરફાર થાય અને સ્થિત વધુ ગંભીર બને તેવી આગમચેતી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. લોકોને સાવચેતી રાખવા સૂચના આપાઈ છે.

  1. Cyclone biparjoy photos: ગુજરાતને સતત ભય આપતા બિપરજોયની ભયાનકતાની તસવીરો જૂઓ
  2. Cyclone Biparjoy Live Update: મંગળવારથી 3 દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.