પોરબંદરઃ આજે એટલે કે સોમવારે પોરબંદર શહેરનો સ્થાપના દિવસ છે. શહેરની સ્થાપનાના આજે 1030 વર્ષ પૂર્ણ થયા છે. કૃષ્ણના સખા સુદામાના નામથી સુદામાપુરી તરીકે ઓળખાતી આ ભૂમિ જેઠવા વંશની રાજધાની છે કે જેનું નટવરસિંહજીએ નિર્માણ કર્યું છે, જેને આજે પણ લોકો વિચારી શક્યા નથી. પોરબંદર સતત વિકસતું શહેર બની ગયું છે. જિલ્લામાં ઘણાં જોવાલાયક સ્થળો પણ છે, જેમાં રાજવીઓએ આપેલી ઐતિહાસિક ઇમારતો પોરબંદરને ગૌરવ પ્રદાન કર્યુ છે. આર ટી કોલેજનો દરિયા મહેલ, છાયામાં આવેલા દરબાર ગઢ, કેટલા ચોકનો દરબારગઢ ઐતિહાસિક કલા વારસો ધરાવે છે.
ગુજરાતનું એકમાત્ર શહેર હોય કે જેનો સ્થાપના વર્ષ પણ ઈતિહાસમાં કંડારાયેલો છે, ઈસવીસન 990 શ્રાવણી પૂર્ણિમાના દિવસે પોરબંદર બંદરની સ્થાપના થઈ હતી. તેનું મુખ પત્રક જામનગરના મ્યુઝિયમમાં સચવાયેલું છે. સંસ્કૃત શબ્દ પોરવેલા કુલ નામ ધરાવતું આ શહેર જેમાં પોર એટલે વેપારી જાતિ અને વેલા ફૂલ એટલે બંદર, પોર માંથી પારેખ અટક પણ થઈ છે, તેમ ઈતિહાસીક નરોત્તમ પલાણે જણાવ્યું હતું.
વધુમાં જણાવતા તેઓએ કહ્યું કે પોરબંદરે અત્યાર સુધી અનેક સમસ્યાઓનો સામનો કર્યો છે તેમ છંતા અડીખમ ઉભું છે. પોરબંદરે અનેક વાવાઝોડા, ફ્લુ જેવી આફતોનો પણ સામનો કર્યો છે. ત્યારે હાલ કોરોનાની મહામારી ફેલાય છે, જેમાંથી પણ પોરબંદર લડશે અને આગળ વધશે. જિલ્લાના લોકો દયાળુ ભાવનાવાળા છે. જિલ્લામાં ઉદ્યોગની વાત કરીએ તો જિલ્લામાં ખાસ કરીને ખાણ ખનીજ સાથે જોડાયેલા ઉદ્યોગો છે, તેમજ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા અનેક લોકો રોજગારી મેળવી રહ્યા છે. ખાસ કરીને મુખ્ય બાબત હોય તો પોરબંદરનો દરિયા કિનારો છે, જે પોરબંદરને સમૃદ્ધિ અપાવી રહ્યું છે માત્ર પોરબંદર જ નહિ પરંતું ભારતભરમાં જિલ્લાના દરિયાકિનારે વર્ષોથી મોટું હૂંડિયામણ કમાઈને આપ્યું છે અને આ જ રીતે પોરબંદરમા જો સરકાર દ્વારા મોટા પ્રમાણે ફિશરીઝ વિભાગમાંથી વિકાસ કરવામાં આવે અને પ્રોસેસિંગ પ્લાન્ટ આવે તો અનેક રીતે સમૃદ્ધિ વધી શકે તેમ છે.
ચાઇના સાથે સંબંધો તોડયા બાદ યુરોપ સાથેના સીધા સંબંધનો લાભ દેશને મળશે અને દેશમાં ખાસ કરીને પોરબંદરના બંદરમાં ઘણા વિકલ્પો છે, જેમાં ફિઝરીઝ ઈન્ડસ્ટ્રીઝમાં સંકળાયેલા ખારવા સમાજના લોકો સાહસિક છે. સરકાર દ્વારા પણ પ્રધાન્ય આપવામાં આવી રહ્યું છે જેથી પોરબંદરનું આગામી ભવિષ્ય ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે, તેમ ઉદ્યોગપતિ પદુભાઈ રાયચુરાએ જણાવ્યું હતું.