ETV Bharat / state

તરસ્યું પોરબંદર ! બુંદ બુંદ કો તરસે ..જન જન..જુઓ જોખમી કૂવો

પોરબંદર: જિલ્લામાંમાં ઓછા વરસાદના કારણે પાણીની તંગી સર્જાઈ છે. ત્યારે લોકો પાણીના એક બુંદ માટે વલખા મારી રહ્યા છે. પોરબંદરના અનેક વિસ્તારોમાં મહિલાઓ સહીત પરિવારના સભ્યોને ઠેર-ઠેર પાણી ભરવા જવું પડી રહ્યું છે. જેમાં સુભાષનગર વિસ્તારમાં આવેલા એક કુવામાં નાની બાળકીઓથી લઇ વૃદ્ધાઓ પાણી માટે જીવને જોખમમાં મૂકી અને કુવામાંથી પાણી ભરી રહી છે.

author img

By

Published : May 5, 2019, 12:00 PM IST

Updated : May 5, 2019, 12:06 PM IST

જોખમી  કૂવો  !

પોરબંદરમાં આવેલા સુભાષનગર વિસ્તારમાં લોકો પાણીની તંગીના કારણે હાલાકી ભોગવી રહ્યા છે. આ વિસ્તારમાં દસ હજાર લોકો વસવાટ કરે છે. જેમાં માત્ર 10 હેન્ડ પંપ છે અને તે પણ જર્જરિત હાલતમાં છે. જ્યારે કેટલાક હેન્ડ પંપમાં ખુબ જ ખારું પાણી આવે છે. આ વિસ્તારમાં પાલિકા દ્વારા પીવાના પાણીનું વિતરણ અનિયમિત રીતે કરવામાં આવે છે અને આ વિસ્તારમાં રહેતા પરિવારની આર્થીક સ્થિતિ નબળી હોવાથી પાણી વેંચાતું લઇ શકે તેવી સ્થિતિ નથી.

સુભાષનગર વિસ્તારમાં એક કૂવો આવેલો છે. જેમાં નહિવત પાણીના લીધે દિવસમાં માત્ર સાંજના 6થી 7 વાગ્યા સુધી એક ક્લાક ખુલ્લો મૂકવામાં આવે છે. આ કૂવા પર ઊભીને નાની બાળકીથી લઇ ને વૃદ્ધાઓ કુવામાંથી પાણી સિંચવા મજબૂર છે. અહી એક કલાક જ કુવો ખુલ્લો મુકવામાં આવતો હોવાથી ધક્કામુકી સર્જાય છે અને તેના કારણે કૂવાની પાળી પર ઉભીને પાણી સિંચતી વખતે કોઈ દુર્ધટના પણ સર્જાઇ શકે તેમ છે. તેથી તેને જોખમી કુવો પણ કહી શકાય છે. આ કૂવાનું પાણી પીવા લાયક ન હોવા છતાં મજબુરીના કારણે આ કૂવાનું ક્ષાર યુક્ત અને ડહોળું પાણી લોકોને પીવું પડે છે જે માટે લોકોની લાંબી કતારો લાગે છે.

LOCATION_PORBANDAR

તરસ્યું પોરબંદર ! બુંદ બુંદ કો તરસે ......જન જન.......જુઓ  જોખમી  કૂવો  !

પોરબંદર પંથક માં ઓછા વરસાદ ના કારણે  પાણી ની તંગી સર્જાઈ છે ત્યારે  લોકો પાણી ના એક બુંદ માટે  વલખા મારી રહ્યા છે ત્યારે પોરબંદર ના અનેક વિસ્તારો માં  મહિલાઓ સહીત પરિવાર ના સભ્યો ઠેર ઠેર પાણી ભરવા જવું પડી રહ્યું છે જેમાં  સુભાષનગર વિસ્તાર માં આવેલ એક કુવામાં નાની બાળકીઓ થી લઇ વૃદ્ધાઓ  પાણી માટે જીવ ને જોખમ માં મૂકી અને કુવામાંથી પાણી ભરી રહી  છે. 

પોરબંદરમાં આવેલા  સુભાષ નગર વિસ્તાર માં લોકો પાણી ની તંગી ના કારણે હાલાકી ભોગવી રહ્યા છે. આ વિસ્તારમાં દસ હજાર લોકો વસવાટ કરે  છે જેમાં માત્ર 10 હેન્ડ પંપ છે અને તે પણ જર્જરિત હાલતમાં છે.અને કેટલાક હેન્ડ પંપ માં ખુબ જ ખારું પાણી આવે છે આ વિસ્તાર માં પાલિકા દ્વારા પીવાના પાણી નું વિતરણ અનિયમિત રીતે કરવામાં આવે છે અને આ વિસ્તાર માં રહેતા  પરિવાર ની આર્થીક સ્થિતિ  નબળી  હોવાથી  પાણી વેચાતું લઇ શકે તેવી સ્થિતિ નથી 

સુભાષ નગર વિસ્તાર માં સવારે ઉઠતાની સાથે જ તમામ પરીવાર   માં એક જ વ્યથા હોય છે આજે પાણી ક્યાંથી લાવશું જયારે આ  સુભાષ નગર વિસ્તારમાં એક કૂવો આવેલો છે. જેમાં નહિવત પાણીના લીધે દિવસમાં માત્ર સાંજના 6 થી 7 વાગ્યા સુધી એક ક્લાક ખુલ્લો મૂકવામાં આવે છે  આ કૂવા  પર ઊભીને  નાની બાળકી થી લઇ ને વૃદ્ધા ઓ કુવાની દીવાલ પર ફરતે ઊભી અને પાણી સિચવા મજબૂર છે  અહી એક કલાક જ કુવો ખુલ્લો મુકવામાં આવતો હોવાથી ધક્કામુકી સર્જાય છે અને તેના કારણે કુવાની પાળી પર ઉભી ને પાણી સિંચતી વખતે કોઈ કુવામાં પણ  ગરક થઇ  શકે છે આથી આ કૂવાએ જોખમી કૂવો પણ  કહે છે  આ કુવાનું પાણી  પીવા લાયક ન હોવા છતાં મજબુરી ના કારણે આ કુવા નું ક્ષાર યુક્ત અને ડહોળું પાણી લોકો ને  પીવું પડે છે અને આ પાણી ભરવા માટે મહિલાઓ ની લાંબી  કતાર લાગે છે 
Last Updated : May 5, 2019, 12:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.