ETV Bharat / state

પોરબંદરમાં ખેડૂત પુત્રની કમાલ, અનોખા કરતબથી લોકોને કર્યા આશ્ચર્યચકિત - રતનપુર ન્યુઝ

પોરબંદર : સામાન્ય રીતે ખેડૂતોનું જીવન ખેતરમાં જ પસાર થતુ હોય છે અને ખેડૂતો તેના પાક માટે અને ખેતરના કામકાજમાંમાં વ્યસ્ત હોય છે. પરંતુ, પોરબંદર નજીકના એક ખેડૂત પુત્રએ ઇન્ટરનેટના માધ્યમ અને ટીવીના માધ્યમથી જીમનાસ્ટિકના અલગ અલગ કરતબો શીખીને લોકોને આશ્ચર્યમાં મૂક્યા છે. આ ખેડૂત પુત્રના સ્ટંટ જોવા અનેક લોકો મુલાકાતે આવે છે, તો સોશિયલ મીડિયામાં પણ આ યુવાનના અનેક વીડિયો વાયરલ થયા છે.

ખેડૂત પુત્રની અનોખી કમાલ
ખેડૂત પુત્રની અનોખી કમાલ
author img

By

Published : Dec 22, 2019, 6:46 PM IST

જિલ્લા નજીકના રતનપુર ગામમાં રહેતા રામ ઓડેદરા જે હાલ બીએસસીમાં અભ્યાસ કરી રહ્યો છે. પરંતુ, પોતાના ખેતરમાં જ તેને જુગાડ કરીને વેસ્ટમાંથી જીમનાસ્ટિકના સાધનો બનાવ્યા અને કસરત કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે પોતાના આત્મવિશ્વાસ વધતો ગયો અને તેના કરતબના વિડીયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જેને લઇને લોકોનું પણ કહેવું છે કે આ યુવાનને જો યોગ્ય માર્ગદર્શન અને સફળતા માટેનો યોગ્ય રસ્તો મળે તો દેશ જ નહીં પણ દુનિયાનું નામ રોશન કરી શકે તેમ છે.

ખેડૂત પુત્રની અનોખી કમાલ
કહેવાય છે ને મોરના ઈંડા ચીતરવા ન પડે રામ ઓડેદરાના દાદા ખીમાભાઈ પણ રાજાશાહી વખતમાં દોડની સ્પર્ધામાં ભાગ લેતા અને તેમાં પણ તે ફર્સ્ટ આવ્યા હતા. આ ઉપરાંત તેઓ મહેર સમાજમાંથી આવતા હોવાથી મહેર સમાજના પ્રખ્યાત મણીયારા રાસમાં પણ તેઓ 12 કલાક સુધી મણિયારો રાસ રમવાની સ્ટેમિના ધરાવતા હતા. આજે પણ ખીમાભાઈ તંદુરસ્ત છે અને તેના પૌત્ર સાથે પણ રનીંગ કરી શકે છે. જે દ્રશ્યો જ બતાવી રહ્યાં છે.

Intro:જુઓ આ ખેડૂત પુત્ર ની કમાલ અનોખા કરતબ થી લોકોને કર્યા આશ્ચર્યચકિત

સામાન્ય રીતે ખેડૂતોનું જીવન ખેતરમાં જ વિતતું હોય છે અને ખેડૂતો તેના પાક માટે અને ખેતરના કામકાજમાં માં વ્યસ્ત હોય છે પરંતુ પોરબંદર નજીકના એક ખેડૂતપુત્રે ઇન્ટરનેટના માધ્યમ અને ટીવીના માધ્યમથી જીમનાસ્ટિક ના અલગ અલગ કરતબો શીખ્યા છે અને આ કરતબ થી લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. આ ખેડૂત પુત્ર ના સ્ટંટ જોવા અનેક લોકો મુલાકાતે આવે છે તો સોશિયલ મીડિયામાં પણ આ યુવાનના વીડિયો વાયરલ થયા છે

Body:પોરબંદર નજીકના રતનપુર ગામમાં રહેતો રામ ભરતભાઈ ઓડેદરા જે હાલ બીએસસી માં અભ્યાસ કરી રહ્યો છે પરંતુ પોતાના ખેતરમાં જ તેને જુગાડ કરી ને વેસ્ટ માંથી જીમનાસ્ટિક ના સાધનો બનાવ્યા અને કસરત કરવાનું શરૂ કર્યું ધીમે ધીમે પોતાના આત્મવિશ્વાસ વધતો ગયો અને તેના કરતબ ના વિડીયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે લોકોનું પણ કહેવું છે કે આ યુવાનને જો યોગ્ય માર્ગદર્શન અને સફળતા માટે નો યોગ્ય રસ્તો મળે તો દેશ જ નહીં પણ દુનિયા નું નામ રોશન કરી શકે તેમ છે

કહેવાય છે ને મોરના ઈંડા ચીતરવા ન પડે જીમનાસ્ટિક ના અનુભાઈ ટેલેન્ટ ધરાવતા રામ ઓડેદરા ના દાદા ખીમાભાઈ પણ રાજાશાહી વખતમાં દોડની સ્પર્ધામાં ભાગ લેતા અને તેમાં પણ તે ફર્સ્ટ આવ્યા હતા આ ઉપરાંત તેઓ મહેર સમાજમાંથી આવતા હોવાથી મહેર સમાજના પ્રખ્યાત મણીયારા રાસ માં પણ તેઓ 12 કલાક સુધી મણિયારો રાસ રમવાની સ્ટેમિના ધરાવતા હતા આજે પણ ખીમાભાઈ તંદુરસ્ત છે અને તેના પૌત્ર સાથે પણ રનીંગ કરી શકે છે

Conclusion:યુવાનના પિતા ભરત ભાઈ એ જણાવ્યું હતું કે બાળપણથી જ તેના પુત્ર રામે કોઈપણ કોચિંગ કે કોઈના માર્ગદર્શન વગર આ શોખ ધરાવે છે અને દરરોજ વહેલી સવારે ઉઠી આ કસરતો કરતો હોય છે સરકાર દ્વારા જો કોઈ યોગ્ય માર્ગદર્શન મળે તો રાજ્ય સહિત દેશભરમાં જિમ્નાસ્ટિક મા આગળ વધી શકે તેઓ સ્વપ્ન પણ સેવી રહ્યા છે.

તો આ યુવાન રામ ઓડેદરાએ જણાવ્યું હતું કે તેનો આદર્શ જીમનાસ્ટીક દીપા કર્માકર છે અને ઇન્ટરનેટ પર ના વિડીયો જોઈને અલગ-અલગ સ્ટંટ નિયમિત રીતે કરતા આ સિદ્ધિ હાંસલ કરી છે અને આ ક્ષેત્રમાં જ તે આગળ વધવા માગે છે અને દેશનું નામ રોશન કરવા માંગે છે તો રામ ઓડેદરા નો વિડિયો સોશિયલ મીડિયામાં જોઈને અનેક લોકો તેને મળવા પણ આવી રહ્યા છે અને આ ટેલેન્ટ ને વખાણી રહ્યા છે ત્યારે હવે જરૂર છે માત્ર પ્રોત્સાહનની જો એક તક આપવામાં આવે તો નાના એવા રતનપુર ગામ ના આ ખેડૂત પુત્ર જીમનાસટીક માં મોટુ નામ કરી બતાવશે તેવું લોકો જણાવી રહ્યા છે .

બાઈટ : રામ ઓડેદરા
બાઈટ ભરતભાઇ (યુવાનના પિતા)
બાઈટ ખીમાભાઇ ( યુવાન ના દાદા)
બાઈટ કેશુભાઈ (સ્થાનિક )
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.