- આશા ચિલ્ડ્રન હોસ્પિટલમાં નવી વીંગનું કરાયું ખાતમુહૂર્ત
- ધારાસભ્ય બાબુ બોખીરિયાના હસ્તે કરાયુ ખાતમુહૂર્ત
- આશા ચિલ્ડ્રન હોસ્પિટલ છેલ્લા 34 વર્ષથી રાહત દરે કરી રહી છે સેવા
પોરબંદરઃ શહેરમાં તારીખ 28/ 10/ 1986 થી અશ્વિન ભરાણીયાએ સ્થાપના કરેલી આશા ચિલ્ડ્રન હોસ્પિટલમાં અનેક તબીબી ક્ષેત્રની સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે. 34 વર્ષથી બાળકોની સેવા કરતી આશા હોસ્પિટલમાં હાલ 35 બેડની વ્યવસ્થા છે, ત્યારે વધુ સુવિધા પુરી પાડવાના હેતુથી બીજા માળનું સર્જન કરવાની પરિસ્થિતી ઉત્પન્ન થતા ગુરૂવારે ધારાસભ્ય બાબુ બોખીરીયાના હસ્તે નવી વિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
થેલેસેમિયાગ્રસ્ત બાળકોને વિનામૂલ્યે આપવામાં આવે છે બ્લડ
છેલ્લા 34 વર્ષથી પોરબંદરમાં કાર્યરત ચિલ્ડ્રન હોસ્પિટલમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોને વિનામૂલ્યે બ્લડ આપવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લાના વિસ્તારમાં સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીનું રાહત દરે નિદાન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં અનેકવાર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ આશા બ્લડ બેન્ક દ્વારા કરવામાં આવ્યું છે અને મોટા ભાગના દર્દીઓને આશા બ્લડ બેન્ક મદદરૂપ બની છે.
ધારાસભ્ય સહિત અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત
આ પ્રસંગે ધારાસભ્ય બાબુ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ મોઢવાડિયા તથા અશ્વિન ભરાણીયા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.