- પોરબંદરનો સ્પ્લિટ ફલાય ઓવર બ્રિજ રોશનીથી ઝગમગી ઉઠ્યો
- છેલ્લા ઘણા સમયથી લાઈટ બિલ અંગે અસમંજસ સર્જાઈ હતી
- નેશનલ હાઈવે ઓથોરિટીની હેઠળ આવે છે ફ્લાયઓવર બ્રિજ
- નગરપાલિકાએ બિલ ભરવાનું સ્વીકારતા કૃષિ પ્રધાને રિબીન કાપી બ્રિજ પર રોશની કરી
પોરબંદરઃ જિલ્લામાં કરોડો રૂપિયાના ખર્ચે સ્પ્લિટ ફલાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો હતો. અનેક લોકો આ બ્રિજ પરથી પસાર થાય છે, પરંતુ લાઈટ ન હોવાથી બ્રિજ પર અકસ્માતનો ભય રહેતો હતો. આથી લોકોએ બ્રિજ પર લાઈટ મૂકવાનો આગ્રહ રાખ્યો હતો. સાંસદ રમેશ ધડૂકના પ્રયાસથી વીજ પોલ અને લાઈટ નાખવામાં આવી હતી, પરંતુ લાઈટ બિલ ભરે કોણ તે અંગે અસમંજસ સર્જાય હતી. છેવટે નગરપાલિકાએ બિલ ભરવાનું સ્વીકારતા આજ રોજ પ્રભારી પ્રધાન રાઘવજી પટેલના હસ્તે લાઈટ ચાલુ કરવામાં આવી હતી .
લાઈટિંગ અને સેફટી ગ્રીલનો ખર્ચ 1.37 કરોડ રૂપિયા
પોરબંદરના સ્પ્લિટ ફ્લાયઓવર બ્રિજ પર મૂકવામાં આવેલી લાઈટ અને તેની પાસે ગ્રીલનો 1.37 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેમાં કુલ 117 વિજપોલમાં 234 લાઈટ મૂકવામાં આવ્યો છે, જે જે મેઈન રોડ કેરેજ-વે અને સર્વિસ રોડને કવર કરશે. તેમ કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું. આ પ્રસંગે સાંસદ રમેશ ધડૂક, ધારાસભ્ય બાબૂ બોખિરિયા અને ભાજપ પ્રમુખ, પાલિકા પ્રમુખ સરજૂ કારિયા તથા મોઢવાડિયા જિલ્લા કલેક્ટર ડીડીઓ, નગરપાલિકા ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો- ગાંધીનગરમાં GTU કેમ્પસ ખાતે આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે કર્યુ પબ્લિક ટેસ્ટિંગ લેબનું ઉદ્ઘાટન
આ પણ વાંચો- બહેનોની સ્વર્ગસ્થ માતાને કલાંજલિ, અમદાવાદમાં એક અઠવાડિયા સુધી યોજાશે તેમના પેઈન્ટિંગ્સનું એક્ઝિબિશન