ETV Bharat / state

પોરબંદરના છાયા વિસ્તારમાંથી ઝડપાયુ કુટણખાનું

પોરબંદરઃ શહેરના છાયા વિસ્તારમાં આવેલા ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં એક રહેણાક મકાનમાં ચાલતુ કુટણખાનું ઝડપાયુ હતુ, જેમાં પોલીસે કુટણખાનાની સંચાલિકા ઉપરાંત અન્ય 1 યુવતી અન્ય 3 શખ્સોની ધરપકડ કરી હોવાનુ પોલીસ ચોપડે નોંધાયું છે. આ કુટણખાનું ઘણા સમયથી ચાલતુ હોવાની સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે. પોરબંદર પંથકમાં ઘણા સમય બાદ આટલુ મોટુ રેકેટ બહાર આવ્યુ છે ,જેના પગલે શહેરભરમાં ચકચાર મચી ગઈ હતી.

પોરબંદરના છાયા વિસ્તારમાંથી  ઝડપાયુ  કુટણખાનું
author img

By

Published : Jul 13, 2019, 1:38 PM IST

પોરબંદરના છાયામાં આવેલ ક્રિષ્નાપાર્કમાં રહેતી સંચાલિકા મહિલા પોતાના રહેણાક મકાનમાં યુવતીને બોલાવી અને દેહવિક્રયનો ધંધો ચલાવતી હોવાની માહિતી પોરબંદરના સીટી DYSP જે સી કોઠીયાને મળી હતી. ગઈ કાલે રાત્રે 2 પોલીસ કોન્સ્ટેબલ ગીરીશ રાજાભાઈ તથા ગીગા બાબુભાઈને ડમી ગ્રાહક તરીકે મોકલ્યા હતા, જ્યાં હાજર રહેલી યુવતીએ દેહવિક્રય માટે 2 હજાર રૂપિયાનો સ્વીકાર કરી લેતા પોલીસે તુરંત ત્યાં પહોંચીને 1 યુવતી અન્ય 3 યુવકોની ધરપકડ કરી હતી.

આથી પોલીસે પૂછપરછ કરતા તેઓએ એવી કબુલાત આપી હતી કે પોતે છેલ્લા 3 વર્ષથી પોતાના આર્થિક ફાયદા માટે બહારથી સ્ત્રીઓ બોલાવી અને પુરુષ ગ્રાહકો પાસે દેહવિક્રયનો ધંધો કરાવી અને પોતાના મકાનનો કુટણખાના તરીકે ઉપયોગ કરે છે તેવું જણાવ્યું હતું.

પોલીસે તમામની ધરપકડ કરી 9 મોબાઈલ,3 બાઈક,3030ની રોકડ રકમ મળી કુલ 1,01,030નો મુદામાલ કબજે કર્યો હતો અને તમામની વધુ પુછપરછ હાથ ધરી છે.અહી ઘણા સમયથી વોટ્સઅપ મારફત આ રેકેટ ચાલતુ હોવાનુ પણ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે, જેમાં ગ્રાહકો સંચાલિકાને વોટ્સઅપ પર મેસેજ કરતા મહિલા દ્વારા તેને અલગ અલગ યુવતીઓના ફોટા અને ભાવ વોટ્સઅપ મારફત મોકલતી હોવાનુ સામે આવ્યુ હતુ અને દરેક ગ્રાહક પાસેથી 1000 થી 1500 રૂપિયા લેવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું છે.

પોલીસે અહીથી કલકતાની એક લલનાને પણ ઝડપી લીધી હતી, જેને સાક્ષી તરીકે રાખી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોરબંદર પંથકમાં ઘણા સમય બાદ આટલું મોટું રેકેટ બહાર આવ્યું છે જેના પગલે શહેરભરમાં ચકચાર મચી ગઈ છે.

Intro:પોરબંદર ના છાંયા વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું

પોરબંદર ના છાયા વિસ્તાર માં આવેલ ક્રિષ્નાપાર્ક સોસાયટી માં આવેલ એક રહેણાંક મકાન માં ધમધમતું કુટણખાનું ઝડપાયું છે જેમાં પોલીસે કુટણખાના ની સંચાલિકા ઉપરાંત અન્ય એક યુવતી અન્ય ત્રણ શખ્સો ની ધરપકડ કરી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે આ કુટણખાનું ઘણા સમય થી ચાલતું હોવાની સ્થાનિકો માં ચર્ચા ચાલી રહી છે

પોરબંદર ના છાયા માં આવેલ ક્રિષ્નાપાર્ક માં રહેતી પુરીબેન રાણા કારા ઓડેદરા (ઉવ ૩૩)નામની મહિલા પોતાના રહેણાંક મકાન માં યુવતીઓ ને બોલાવી અને દેહવિક્રય નો ધંધો ચલાવતી હોવાની માહિતી પોરબંદર ના સીટી ડીવાયએસપી જે સી કોઠીયા ને મળી હતી આથી તેઓએ ગઈ કાલે રાત્રે બે પોલીસ કોન્સ્ટેબલ ગીરીશ રાજાભાઈ તથા ગીગા બાબુભાઈ ને ત્યાં ડમી ગ્રાહક તરીકે મોકલ્યા હતા જ્યાં હાજર રહેલી યુવતી એ દેહવિક્રય માટે બે હજાર રૂપિયા નો સ્વીકાર કરી લેતા પોલીસે તુરંત ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યાં એક યુવક તથા એક યુવતી હાજર હતા તેની પુછપરછ કરતા યુવક નું નામ નીલેશ નેભા ગોસિયા (ઉવ ૧૯ રે છાયા નવાપરા )અને યુવતી નુ નામ મુસ્કાન ઉર્ફે સગુફ્તા રવી ટપુ ડાભી (ઉવ ૨૮ રે એસટી રોડ નવા જલારામ મંદિર પાસે ) હોવાનું જણાવ્યું હતું અને એવી પણ કબુલાત આપી હતી કે પુરીબેન આ કુટણખાનું ચલાવે છે અને તેમના વતી નીલેશ અને મુસ્કાન ગ્રાહકો ને વ્યવસ્થા પૂરી પાડી અને ગ્રાહકો એ આપેલા નાણા પુરીબેન ને આપતા હતા આથી પોલીસે પુરીબેન ની પુછપરછ કરતા તેઓએ એવી કબુલાત આપી હતી કે પોતે છેલ્લા ત્રણેક વરસ થી પોતાના આર્થિક ફાયદા માટે બહાર થી સ્ત્રીઓ બોલાવી અને પુરુષ ગ્રાહકો પાસે દેહવિક્રય નો ધંધો કરાવી અને પોતાના મકાન નો કુટણખાના તરીકે ઉપયોગ કરે છે આથી તેઓને સાથે રાખી અને મકાન ના અન્ય હોલ અને રૂમ માં તપાસ કરતા કિશોર ઉર્ફે રાણો જેઠા મોઢવાડિયા (ઉવ ૧૯,રે છાયા નવાપરા),મનીષ રાજુભાઈ ભૂતિયા (ઉવ ૨૦,રે છાયા નવાપરા ,બાલવી નગર તથા એક સતર વર્ષીય તરુણ કઢંગી હાલત માં મળી આવ્યા હતા આથી તેઓની પુછપરછ કરતા એવી કબુલાત આપી હતી કે પોતે અહી ગ્રાહક તરીકે આવ્યા હતા આથી પોલીસે તમામ ની ધરપકડ કરી ૯ મોબાઈલ,૩ બાઈક,૩૦૩૦ ની રોકડ રકમ મળી કુલ ૧,૦૧,૦૩૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને તમામ ની વધુ પુછપરછ હાથ ધરી છે.અહી ઘણા સમય થી વોટ્સેપ મારફત આ સેક્સ રેકેટ ચાલતું હોવાનું પણ પોલીસ ની તપાસ માં બહાર આવ્યું છે જેમાં ગ્રાહકો પૂરી નામની સંચાલિકા ને વોટ્સેપ પર મેસેજ કરતા પૂરી તેને અલગ અલગ યુવતીઓ ના ફોટા અને ભાવ વોટ્સેપ મારફત મોકલતી હોવાનું સામે આવ્યું છે અને દરેક ગ્રાહક પાસે થી એક હાજર થી પંદરસો રૂપિયા લેવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું છે પોલીસે અહી થી કલકતા ની એક લલના ને પણ ઝડપી લીધી છે જેને સાક્ષી તરીકે રાખી અને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે પોરબંદર પંથક માં ઘણા સમય બાદ આટલું મોટું સેક્સ રેકેટ બહાર આવ્યું છે જેના પગલે શહેરભર માં ચકચાર મચી ગઈ છેBody:.Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.