મુંબઈઃ કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજારમાં શાનદાર રિકવરી જોવા મળી હતી. BSE પર સેન્સેક્સ 239.37 અથવા 0.31 ટકાના ઉછાળા સાથે 77,578.38 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 64.70 પોઈન્ટ અથવા 0.28 ટકાના વધારા સાથે 23,518.50 પર બંધ થયો હતો.
આજના ટ્રેડિંગ દરમિયાન, M&M, ટ્રેન્ટ, ટેક મહિન્દ્રા, HDFC બેંક અને આઇશર મોટર્સના શેર્સ નિફ્ટી પર ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, એચડીએફસી લાઈફ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એસબીઆઈ અને હિન્દાલ્કોના શેર ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ હતા.
- સેક્ટરમાં મીડિયા, ઓટો, રિયલ્ટી 1-2.5 ટકા, જ્યારે મેટલ, ઓઇલ એન્ડ ગેસ અને પીએસયુ બેન્ક 0.5 ટકા ઘટ્યા હતા.
- બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં લગભગ 1 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
બેન્ચમાર્ક BSE સેન્સેક્સ મંગળવારે 1,000 પોઈન્ટથી ઉપર ચઢ્યો હતો, જ્યારે નિફ્ટી 23,750ની સપાટીથી ઉપર ટ્રેડ થયો હતો, વિદેશી વેચાણ અને કોર્પોરેટ ત્રિમાસિક કમાણીમાં ઘટાડા વચ્ચે સતત સાત દિવસની ખોટ પછી બાઉન્સ બેક થયો હતો. BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 6.06 લાખ કરોડ વધીને રૂ. 435.14 લાખ કરોડ થયું છે.
HDFC બેંક, ઇન્ફોસિસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, TCS અને M&Mએ આજે સેન્સેક્સના ઉછાળામાં ફાળો આપ્યો હતો. ITC, L&T, ટાટા મોટર્સ અને ટેક મહિન્દ્રાએ પણ ઉછાળાને ટેકો આપ્યો હતો.
ઓપનિંગ માર્કેટ: ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોન પર ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 379 પોઈન્ટના ઉછાળા સાથે 77,755.82 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.50 ટકાના વધારા સાથે 23,571.75 પર ખુલ્યો હતો.
આ પણ વાંચો: