ETV Bharat / state

સુરત એરપોર્ટ પર દિલ્હીની ફ્લાઇટને લેન્ડિંગમાં થઇ મુશ્કેલી, ત્રીજા પ્રયાસમાં કર્યુ સફળ લેન્ડિંગ - PROBLEM IN LANDING THE FLIGHT

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે રાત્રે દિલ્હીથી આવેલી ફ્લાઈટને લેન્ડિંગ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

સુરત એરપોર્ટ પર દિલ્હીની ફ્લાઇટને લેન્ડિંગમાં થઇ મુશ્કેલી
સુરત એરપોર્ટ પર દિલ્હીની ફ્લાઇટને લેન્ડિંગમાં થઇ મુશ્કેલી (ETV BHARAT GUJARAT)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 19, 2024, 3:56 PM IST

સુરત: શહેરમાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે રાત્રે દિલ્હીથી આવેલી ફ્લાઈટને લેન્ડિંગ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ત્યારે બે-બે વખત પ્રયાસ કર્યા પછી ફ્લાઈટ લેન્ડિંગ નહીં કરી શકાતા મુસાફરોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. આખરે 30 મિનિટ સુધી આકાશમાં ચક્કર કાપ્યા બાદ દિલ્હી-સુરતની ફ્લાઈટ લેન્ડિંગ કરવામાં સફળ થઈ હતી. ખરાબ હવામાન અને ટેક્નિકલ કારણોસર લેન્ડિંગમાં મુશ્કેલી આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

દિલ્હી-સુરતની એક ફલાઇટ સુરત આવે છે: સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ દિલ્હી-સુરતની એક ફ્લાઈટ દરરોજ રાત્રે 9:00 વાગ્યાના આસપાસ સુરત આવે છે. રવિવારે રાત્રે આ ફ્લાઈટ નિત્યક્રમ મુજબ સુરત આવી હતી, પરંતુ તે થોડી મોડી પડી હતી. રાત્રે 9:17 વાગ્યાની આસપાસ સુરત એરપોર્ટના પરિસરમાં પ્રવેશેલી આ ફ્લાઈટે વેસુ તરફથી લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વેસુ તરફથી લેન્ડિંગ ફેલ થતા પાયલોટે ટચ ડાઉન કરીને ફરીથી ફ્લાઈટ ટેક ઓફ કરી લીધી હતી.

સુરત એરપોર્ટ પર દિલ્હીની ફ્લાઇટને લેન્ડિંગમાં થઇ મુશ્કેલી (ETV BHARAT GUJARAT)

ફ્લાઇટનું સફળ લેન્ડિંગ ન થઇ શક્યું: વિમાનના પાયલોટે ડુમસ તરફથી લેન્ડિંગનો પ્રયાસ કર્યો હતો, ATC તરફથી ક્લિયરન્સ મળ્યા પછી બીજા પ્રયાસે પણ સફળ લેન્ડિંગ થઈ શક્યું નહોતું અને અંદાજે 500 ફૂટની ઊંચાઈથી ફ્લાઈટ ફરી રન વે પરથી ઉપર ઉડી ગઈ હતી. આમ, આશરે 30 મિનિટ સુધી આકાશમાં ચક્કર કાપ્યા બાદ દિલ્હી-સુરતની ફ્લાઈટ અંતે ત્રીજા પ્રયાસે ડુમસ તરફથી જ લેન્ડ થઈ શકી હતી.

ફ્લાઇટમાં બેસેલા મુસાફરોમાં ગભરાટ: આ બધા વચ્ચે ફ્લાઈટમાં બેસેલા મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જાણકારોના કહેવા મુજબ દિલ્હી-સુરતની ફ્લાઈટને લેન્ડિંગ કરવામાં ઊભી થયેલી મુશ્કેલી પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ આ પ્રકારની પરિસ્થિતિ ખરાબ હવામાન, ટેક્નિકલ ખામી સહિતના કારણોસર ઉદભવી શકે છે. હાલ શિયાળાનો આરંભ થઈ રહ્યો હોય ખરાબ હવામાનની શક્યતા વધુ જણાઈ રહી છે.

આ પણ વાંચો:

  1. ટ્રાફિકમાં નળતરરૂપ સાત રેકડીઓ મનપાએ જપ્ત કરી...હજુ કામગીરી રહેશે ચાલુ!
  2. શું તમે ટ્રેન દ્વારા સફર કરવાના છો ? તો પહેલા આ લેખ ખાસ જોઈ લો...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.