- ગધેથડ ગાયત્રી આશ્રમના સંત લાલબાપુની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
- લાલબાપુએ સાંદિપની આશ્રમના હરિમંદિરમાં દર્શન કર્યા
- લાલબાપુએ છાયા દરબારગઢમાં વિંધ્યાવાસીની માતાજીના દર્શન કર્યા
પોરબંદરઃ ગધેથડ ગાયત્રી આશ્રમના લાલબાપુનું ( Sant Lalbapu ) શોભાયાત્રા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પોરબંદરના સાંદિપની આશ્રમમાં હરિમંદિરમાં દર્શન કર્યા બાદ રિવરફ્રન્ટથી છાયા દરબારગઢ સુધી શોભાયાત્રા યોજાઇ હતી. રાજપૂત સમાજના યુવાનો દ્વારા બાઇક રેલી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પોરબંદરના આંગણે ગધેથડ ગાયત્રી આશ્રમના ( Gayatri Ashram ) સંત લાલ બાપુની પધરામણી થઇ હતી ત્યારે પોરબંદરના લોકો પણ બાપુના દર્શન કરી શકે તે માટે શોભાયાત્રા યોજાઈ હતી.
લાલબાપુનું ભવ્ય સ્વાગત
હિન્દુસમાજ અને મુસ્લિમ સમાજના વિવિધ જ્ઞાતિ અને વેપારીઓ દ્વારા ઠેર ઠેર લાલબાપુનું ( Sant Lalbapu ) સ્વાગત કરવામાં આવ્યું હતું .તો લાલબાપુુના સ્વાગતમાં રાજપૂત સમાજના યુવાનો દ્વારા ડીજે સાથે બાઇક રેલી પણ યોજવામાં આવી હતી આ ઉપરાંત ઢોલ શરણાઈ સાથે લાલ કલરની ખુલ્લી જીપમાં લાલબાપુને બેસાડી રિવરફ્રન્ટથી કમલાબાગ અને ત્યાંથી છાયામાં આવેલા દરબારગઢમાં વિંધ્યાવાસીની માતાજીના મંદિરે માતાજીના દર્શન કરી રાજપૂત સમાજની મહિલાઓને પ્રવચન આપ્યું હતું. બપોર બાદ રાજપૂત સમાજનું ઉદઘાટન લાલબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ પોરબંદરમાં મહેર સમાજના પરંપરાગત પહેરવેશ સાથે રાસનું આયોજન કરાયું
આ પણ વાંચોઃ વિજિલન્સ અવેરનેસ વિક : Corruption ની ફરિયાદ કેવી રીતે કરવી તે માટે લોકોને જાગૃત કરાશે