ETV Bharat / state

પાકિસ્તાને માછીમારોને તિરંગા કલરના ચપ્પલ ભેટ અપાતા વિવાદ

પોરબંદરઃ તાજેતરમાં પાકિસ્તાનની સરકાર દ્વારા ઝડપાયેલા 360 ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે ત્યારે સમગ્ર માછીમાર સમાજ અને માછીમારોના પરિવારમાં ખુશી છવાઈ છે પરંતુ પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવેલા માછીમારોને ભારતના નક્શા જેવા કલરના ચપ્પલ અપાતા વિવાદ ઉભો થયો છે. ઇન્ડિયા-પાકિસ્તાન પીસ ફોરમ એન્ડ ડેમોક્રેસી સંસ્થાએ તેનો વિરોધ પણ કર્યો છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 27, 2019, 6:12 PM IST

પાકિસ્તાન સરકાર દ્વારા ચાર તબક્કે 360 જેટલા ભારતીય માછીમારોને છોડવામાં આવતા માછીમારોમાં ખુશીની લહેર છવાઈ છે તો આ મુક્ત થયેલા માછીમારોમાં પાંચ માછીમારો પોરબંદરના છે જેઓ 16 મહિના બાદ પાકિસ્તાનથી પરત ફરતા પરિવારમાં હરખના આંસુ છવાયા છે.

પાકિસ્તાન દ્વારા માછીમારો મુક્ત કરાયા

પોરબંદરના શામજી લાલજી પાંજરી, વેલજી બાબુ ટોડરમલ, અશોક બાબુ જુંગી, હરજી માવજી મોતીવરસ અને ડાયા હરીને પાકિસ્તાન સરકારે મુક્ત કરતા તેઓએ પોરબંદરમાં પરિવાર અને મિત્રો સાથે મળી ખુશીની લાગણી અનુભવી હતી.

પોરબંદરના વેલજીભાઈએ જણાવ્યું હતું કે તેઓને એક જ બેરેકમાં 100 જેટલા લોકોને સાથે રાખવામાં આવતા. જમવામાં પાંચ રોટલી અને તેલ વિનાનું શાક જેમાં મોટા ભાગે મગ કે અડદની દાળ આપવામાં આવતી હતી તો ત્યાં કોઈ પણ પ્રકારના સમાચાર કે ટીવી જોવાની પણ મનાઈ હતી. હવે ભારત આવ્યા બાદ ખુશી થાય છે.

જ્યારે શામજી લાલજી પાંજરી એ જણાવ્યું હતું કે તેઓને પરિવારની ચિઠ્ઠી મળતી ત્યારે દેશમાં શું ચાલે છે તેની જાણકારી મળતી સર્જીકલ સ્ટ્રાઈક વખતે તમામ કેદિઓને એક જ બેરેકમાં પૂરી દેવાયા હતા ત્યારે કઈક અજુગતું થયાનો અહેસાસ થયો હતો. જ્યારે પાકિસ્તાની સંસ્થાએ પરત આવતા સમયે મદદ કરી હતી અને 5000 રૂપિયા આપ્યા હતા અને બાળકોને માટે કપડા આપ્યા હતા પરંતુ માછીમારોને ભારતના તિરંગાના કલર કેસરી સફેદ અને લીલા કલરના ચપ્પલ પણ કોઈએ આપ્યા છે જેનો ભારત પાકિસ્તાન પીસ ફોરમ એન્ડ ડેમોક્રેસી સંસ્થાએ વિરોધ વ્યક્ત કર્યો હતો.

ઇન્ડિયા પાકિસ્તાન પીસ ફોરમ એન્ડ ડેમોક્રેસીના સભ્ય જીવનભાઈ જુંગીએ જણાવ્યું હતું કે ભારતના ત્રિરંગા રંગના ચપ્પલ આપી પાકિસ્તાન શું કહેવા માગે છે ? ભારતને પગ નીચે રાખવા માંગે છે એવો સ્પષ્ટ સંદેશો જણાઇ રહ્યો છે આ બાબતનો તેમણે ઈટીવીના માધ્યમથી સખ્ત વિરોધ કર્યો હતો.

Intro:તાજેતરમાં પાકિસ્તાનની સરકાર દ્વારા ઝડપાયેલા 360 ભારતીય માછીમારો ને મુક્ત કરવામાં આવ્યા છે ત્યારે સમગ્ર માછીમાર સમાજ અને માછીમારો ના પરિવાર માં ખુશી છવાઈ છે પરંતુ પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવેલ માછીમારો ને ભારત ના નકશા જેવા કલર ના ચપ્પલ આપતા વિવાદ ઉભો થયો છે ઇન્ડિયા પાકિસ્તાન પીસ ફોરમ એન્ડ ડેમોક્રેસી સંસ્થા એ તેનો વિરોધ પણ કર્યો છે

Body:પાકિસ્તાન સરકાર દ્વારા ચાર તબકકે 360 જેટલા ભારતીય માછીમારો ને છોડવા માં આવતા માછીમારો માં ખુશી નિ લહેર છવાઈ છે તો આ મુક્ત થયેલ માછીમારો માં પાંચ માછી મારો પોરબંદર ના છે જેઓ 16 મહિના પાકિસ્તાન માં પરત ફરતા પરિવાર માં હરખ ના આસુ છવાયા છે

પોરબંદર ના શામજી લાલજી પાંજરી,વેલજી બાબુ ટોડરમલ,અશોક બાબુ જુંગી,હરજી માવજી મોતીવરસ અને ડાયાભાઈ હરી ને પાકિસ્તાન સરકારે મુક્ત કરતા તેઓ પોરબંદર માં પરિવાર અને મિત્રો સાથે મળી ખુશી ની લાગણી અનુભવી હતી

પોરબંદર ના વેલજીભાઈએ જણાવ્યું હતું કે તેઓ ને એક જ બેરેક માં 100 જેટલા લોકો ને સાથે રાખવામાં આવતા જમવામાં પાંચ રોટલી અને તેલ વિના નું શાક જેમાં મોટા ભાગે મગ કે અડદ ની દાળ આપવામાં આવતી હતી તો ત્યાં કોઈ પણ પ્રકારના સમાચાર કે ટીવી જોવાની પણ મનાઈ હતી હવે ભારત આવ્યા બાદ ખુશી થાય છે

જ્યારે શામજી ભાઈ લાલજી પાંજરી એ જણાવ્યું હતું કે તેઓ ને પરિવાર ની ચિઠ્ઠી મળતી ત્યારે દેશ માં શુ ચાલે છે તેની જાણકારી મળતી સર્જીકલ સ્ટ્રાઈક વખતે તમામ કેદિ ઓને એક જ બેરેક માં પૂરી દેવાયા હતા ત્યારે કઈક અજુગતું થયા નો અહેસાસ થયો હતો જ્યારે પકીસ્તાન ની ઇધી સંસ્થા એ પરત આવતા સમયે મદદ કરી હતી અને 5000 રૂપિયા આપ્યા હતા અને બાળકો ને માટે કપડા આપ્યા હતા પરંતુ માછીમારો ને ભારત ના તિરંગા ના કલર કેસરી સફેદ અને લીલા કલર ના ચપ્પલ પણ કોઈએ આપ્યા છે જેનો ભારત પાકિસ્તાન પીસ ફોરમ એન્ડ ડેમોક્રેસી સંસ્થા એ વિરોધ વ્યક્ત કર્યો હતો

Conclusion:ઇન્ડિયા પાકિસ્તાન પીસ ફોરમ એન્ડ ડેમોક્રેસી ના સભ્ય જીવન ભાઈ જુંગી એ જણાવ્યું હતું કે ભારત ના ત્રિરંગા ધ્વજ ના રંગ ના ચપ્પલ આપી પાકિસ્તાન શુ કહેવા માગે છે ! ભારતને પગ નીચે રાખવા માંગે છે એવો સ્પષ્ટ સંદેશો જણાઇ રહ્યો છે આ બાબતનો તેમણે ઈટીવી ના માધ્યમ થી સખત વિરોધ કર્યો હતો

બાઈટ :વેલજીભાઈ બાબુભાઇ ટોડરમલ( મુક્ત થયેલ માછીમાર) (જેના મોઢામાં પાન છે )
બાઈટ :શામજી ભાઈ પાંજરી (માછીમાર )
બાઈટ :જીવનભાઈ જુંગી (સભ્ય,ઇન્ડો પાક પીસ ફોરમ એન્ડ ડેમોક્રેસી )

બાઈટ :જલ્પાબેન (માછીમાર ના પુત્રવધુ)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.