પોરબંદરના જાણીતા ચિત્રકાર કરશનભાઈએ કૃષ્ણ સખા સુદામાની સુદામપુરી તરીકે ઓળખાતા શહેરમાં "વાયુ "નામના વાવાઝોડા રૂપી સંકટ મંડરાઇ રહ્યું હતું, પરંતુ આ વાવાઝોડું હવે ઓમાન તરફ ફંટાયું હતું. જ્યારે આ વાવાઝોડાનું સંકટ રાજ્ય પરથી ટળ્યું હતું તો આ ઘટનાને લોકોમાં પણ આસ્થાની લાગણી જાગી હતી.
દ્વારિકાધીશના મંદિર પર એક સાથે બે ધ્વજા ફરકાવવામાં આવી હતી, તો સોમનાથ મંદિરે પોરબંદરમાં વાવાઝોડાનું સંકટ ટળે તે માટે અનેક લોકોએ પ્રાર્થના કરી હતી. આ ચિત્રમાં જોઈ શકાય છે ચિત્રકારે લોકોની લાગણીને ચિત્ર સ્વરૂપે રજૂ કરી હતી,
જેમાં સુદામા પુરીની રક્ષા કરતા સોમનાથ મહાદેવ અને દ્વારિકાધીશ વરુણ દેવના શાંત પાડતા હોય તેવું દર્શાવામાં આવ્યું હતું.તો સોશિયલ મીડિયામાં આ તસવીર વાયરલ થઈ હતી.