પોરબંદર : પોરબંદર આવેલા જળસંપત્તિ પ્રધાન કુંવરજી બાવળિયાએ વિવિધ વિકાસકાર્યોને લઇને મહત્વની મુલાકાત કરી હતી. જેમાં ક્ષાર અંકુશ વિભાગની ટુકડા ગોસા પાસેની સાઇટ પર હાથ ધરાનાર પ્રોજેક્ટની મુલાકાત પણ શામેલ હતી. પોરબંદર પાસેના મોકર સાગર પાસે દરિયાનું ખારું પાણી આગળ વધતું અટકાવી વેટલેન્ડ સાઈટ ડેવલપમેન્ટ માટે પ્રવાસનલક્ષી માળખાગત કામો માટે 200 કરોડના પ્લાનિંગ થયાં છે. કુંવરજી બાવળીયાએ આજે વિશ્વ જળ દિવસ નિમિત્તે મોકર સાગર સ્થળની મુલાકાત લઈ અહીં પક્ષીઓના આશ્રય સ્થળને વિકસાવવાના પ્રોજેક્ટ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
વૈશ્વિક કક્ષાનો પ્રોજેક્ટ જળસંપત્તિ પ્રધાન કુંવરજી બાવળિયાએ પ્રોજેક્ટ સાઇટની મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું કે પોરબંદરના આ વેટલેન્ડ વિસ્તારને ઇકો ટુરીઝમ સાથે જોડીને ક્ષાર નિયંત્રણ સાથે ઉચ્ચ કક્ષાનું પ્રવાસન તીર્થ સ્થળ પક્ષીદર્શન માટે વિકસાવવાનું સરકારનું આયોજન છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જૈવ વિવિધતા રહેલી છે. દરિયાના ખારા પાણીને આગળ વધતા અટકાવીને જળ સંપતિ વિભાગે જમીનને ફળદુપ બનાવવાની સાથે આવા વિસ્તારો ટુરિસ્ટ તરીકે પણ વિકશે એ માટે જે પ્રોજેક્ટ હાથ ધર્યા છે. એમાંનો એક મહત્વનો વૈશ્વિક કક્ષાનો પ્રોજેક્ટ પોરબંદરમાં કરવામાં આવશે.
મોકર સાગર વિકાસ પ્લાન પોરબંદરમાં કર્લી વિસ્તારમાં રિચાર્જ રિઝરવોયર મોકર સાગરની વૈશ્વિક કક્ષાના પ્રવાસી તીર્થ સ્થળ તરીકે વિકાસ કરવામાં આવશે. તેના કેન્દ્રમાં પક્ષીઓનું આશ્રયસ્થાન છે. અહી આવતા લોકો વિવિધ પ્રકારના પક્ષીઓ નિહાળે એવા આયોજન સાથે આ ડેવપમેન્ટ ઓફ કર્લી રિચાર્જ રિઝર વોયર મોકર સાગર એઝ એ વર્લ્ડ સસ્ટેનેબલ ઇકો ટુરિઝમ ડેસ્ટિનેશન વિકસાવાશે. પોરબંદર નજીક મોકરથી ઓડદર અને આસપાસના રતનપર ગોસા ટુકડા અને પોરબંદર નજીક આસપાસનો આ વિસ્તાર દરિયા નું પાણી જમીન તરફ આવતું અટકાવવા કરેલા પ્રયાસોને કારણે હવે આ સાઈટ પર નવું ડેવલોપમેન્ટ કરવામાં આવશે. જે મુખ્ય કામો હાથ ધરવાના છે તેમાં ઇન્ટરપ્રિટેશન સેન્ટર, વોચ ટાવર, બોડ વોક અને પીપીપીના ધોરણે એકોમોડેશન કરાશે.
પક્ષીદર્શનનું નજરાણું પ્રવાસીઓ માટે રોડની સુવિધા અને અન્ય માળખાગત સવલતો પણ કરવાનું આયોજન છે. હયાત માટી પાળાનું નવીનીકરણ કરાશે.
સૌરાષ્ટ્રમાં સોમનાથથી દ્વારકા વચ્ચે માધુપુર અને પોરબંદર અગત્યનું છે ત્યારે અહીં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે ત્યારે આ પક્ષી દર્શન સાઇટ પ્રવાસીઓ માટે નજરાણુ બની રહેશે.
આ પણ વાંચો વિશ્વ જળ દિવસ 2023: "પાણી અને સ્વચ્છતા સંકટને ઉકેલવા માટે ઝડપી પરિવર્તન"
રોજગારી મળશે પોરબંદરમાં વિશ્વ કક્ષાનું ઇકો ટુરીઝમ ડેસ્ટીનેસન ડેવલોપમેન્ટ થતા સ્થાનિકોને રોજગારી પણ મળશે. હસ્તકલા અને હેન્ડીક્રાફ્ટ વસ્તુઓનું ભવિષ્યમાં અહીં વેચાણ થાય અને આસપાસના લોકોને રોજગારી મળે તે માટે આયોજન પણ વિચારણામાં લેવાયું છે.
1.13 લાખ પક્ષીઓ આવ્યા મૂળ આ ક્ષાર પ્રવેશ નિવારણ યોજના છે અને તેને પ્રવાસન વિકાસ સાથે જોડી આ કામગીરી કુલ ત્રણ તબક્કામાં પૂર્ણ કરાશે. આ વર્ષે પોરબંદરમાં આ વેટલેન્ડ વિસ્તારમાં ૧.૧૩ લાખ પક્ષીઓ આવ્યા છે. જે સેન્ટર બનાવાશે એમાં પક્ષીઓના અભ્યાસો માટે પણ યાયાવર પક્ષીઓના અભ્યાસની તક મળશે. ગાઈડ તરીકે યુવાનોને તક મળશે.આખા જીલ્લામાં 5.70 લાખ પક્ષીઓ આ વર્ષે નોંધાયા છે.
મુલાકાતના સહભાગીઓ મોકર સાગર સાઈટની મુલાકાત વખતેકુંવરજી બાવળિયા સાથે પૂર્વ ધારાસભ્ય બાબુ બોખીરીયા, કલેકટર અશોક શર્મા, ક્ષાર પ્રવેશ નિવારણ રાજકોટ વર્તુળના અધિક ઇજનેર ડી.કે.સિંગ, કાર્યપાલક ઇજનેર જે.કે.કારાવદરા, પ્રાંત અધિકારી જાડેજા અને વાંદા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. કુંવરજી બાવળિયા જિલ્લા પ્રભારી પોરબંદર
(પ્રેસનોટને આધારે)