ETV Bharat / state

પોરબંદરના રાણાવાવ તાલુકામાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ, 23 ગામને મળશે લાભ - જવાહર ચાવડા

પોરબંદરમાં પણ ખેડૂતોને દિવસે વીજળી મળી રહે અને તેઓ સારી રીતે ખેતી કરી શકે તે માટે સરકાર દ્વારા કિસાન સૂર્યોદય યોજના અમલમાં મુકવામાં આવી છે. રાણાવાવ તાલુકામાં પ્રવાસન અન મત્સ્યોદ્યોગ પ્રધાન જવાહર ચાવડાએ કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. આ યોજનાનો લાભ 23 ગામને મળશે.

પોરબંદરના રાણાવાવ તાલુકામાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ, 23 ગામને મળશે લાભ

author img

By

Published : Jan 11, 2021, 10:44 AM IST

  • પોરબંદરના રાણાવાવ તાલુકામાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ
  • પ્રવાસન અને મત્સ્યોદ્યોગ પ્રધાન જવાહર ચાવડાએ કરાવ્યો યોજનાનો પ્રારંભ
  • આ યોજના અતંર્ગત 23 ગામના ખેડૂતોને દિવસે પણ વીજ પૂરવઠો મળશે
    પોરબંદરના રાણાવાવ તાલુકામાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ, 23 ગામને મળશે લાભ
    પોરબંદરના રાણાવાવ તાલુકામાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ, 23 ગામને મળશે લાભ

પોરબંદરઃ પ્રવાસન અને મત્સ્યોદ્યોગ પ્રધાન જવાહર ચાવડાએ પોરબંદરના રાણાવાવ તાલુકામાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. આ યોજના અંતર્ગત 23 ગામના ખેડૂતોને દિવસે પણ વીજળી મળી રહેશે. તાજેતરમાં શરૂ થયેલી સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજનાનો લાભ ગુજરાતના ખેડૂતોને મળ્યો છે. ખેતી પાકના ઉત્પાદન માટે પાણી અને વીજળી ખૂબ જ જરૂરી હોય છે, ત્યારે ખેડૂતોને પુરતું પાણી અને વીજળી મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. ખેડૂતોએ રાત્રિ ઊજાગરા કરીને ખેતી ન કરવી પડે અને દિવસે વીજળી મળી રહે તે માટે રાજ્ય સરકારે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરી છે.

હવે ખેડૂતોએ રાત ઉજાગરા કરવા નહીં પડેઃ જવાહર ચાવડા

આ પ્રસંગે યોજના ખૂલ્લી મૂકી ખેડૂતોને શુભેચ્છા પાઠવીને પ્રધાન જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે, આ યોજનાથી હવે ખેડૂતોએ રાત ઊજાગરા કરવા નહીં પડે. દિવસે વીજળી મળવાથી ખેડૂત દિવસે ખેતી કરી શકશે અને પાકને જોઈતું જરૂરી પાણી મોટર ચાલુ રાખીને જમીનને પુરું પાડી શકશે અને રાત્રે પોતાના પરિવાર સાથે રહી શકશે. ખેડૂતોની આવક બમણી થાય તે દિશામા રાજ્ય અને કેન્દ્ર સરકાર ગંભીરતાથી કામ કરી રહી છે. જગતના તાત એવા ખેડૂતો અને તેના પરિવારની ચિંતા કરીને રાજ્ય અને કેન્દ્ર સરકારે અનેક યોજનાઓ શરૂ કરી છે. લોકોની ભૂખ ભાગતા ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના થકી દિવસે સરળતાથી વીજળી મળવાથી રાજ્યના ખેડૂતો દિવસે પણ પાણીની મોટર ચાલુ કરી શકશે.

આ 23 ગામને મળશે કિસાન સૂર્યોદય યોજનાનો લાભ

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખિરીયા તથા સાંસદ રમેશ ધડૂકે પણ ખેડૂતોને શુભેચ્છા પાઠવી હતી. આ 23 ગામમાં આદિત્યાણા, અણિયારી, આસિયાપટ, બાપોદર, ભોદ, ભોડદર, બિલેશ્વર, દિગ્વિજયગઢ, હનુમાનગઢ, જાંબુ, ગાડિયા વાળો નેસ, રાણા કંડોરણા, કેરાળા, ખીજદડ, મહીરા, મોકર, નેરાણા, પાદરડી, પીપળિયા, રાણાવાવ, ઠોયાણા, રાણા વડવાણા તથા વનાણા ગામનો સમાવેશ થાય છે.

ઉપસ્થિત તમામ લોકોનુ હેલ્થ સ્ક્રિનિંગ કરાયું

રાણાવાવ મહેર સમાજ ખાતે યોજાયેલા કાર્યક્રમમા જિલ્લા કલેકટર ડી. એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી વી. કે. અડવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ. ડી. ધાનાણી, પીજીવીસીએલ, જેટકોના અધિકારીઓ, ખેડૂત અગ્રણીઓ, આમંત્રિત મહેમાનો તથા માસ્ક પહેરીને સામાજિક અંતર સાથે ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા આરોગ્યની ટિમે કોરોનાના સંક્રમણને ધ્યાનમા રાખીને કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોનુ હેલ્થ સ્ક્રિનિંગ કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.