- કાયકિંગ એડવેન્ચર સ્પોર્ટમાં હવે ગુજરાતીઓ પણ ઊંડો રસ ધરાવે છે
- પાણીમાં સાહસ વૃત્તિ ધરાવનાર લોકો માટે કાયકિંગ બન્યું એડવેન્ચર સ્પોર્ટ
- ઓલમ્પિક રમતોમાં પણ કાયકિંગને મળ્યું છે સ્થાન
પોરબંદર : ટોક્યો ઓલમ્પિક માં ગુજરાત ની 6 દીકરીઓ ઇતિહાસ રચવા જઈ રહી છે, આ દિકરીઓ ટેનિસ સ્વિમિંગ સહિત ની સ્પર્ધાઓમાં ભાગ લેશે. આ સમાચાર થી ગુજરાતીઓ ની છાતી ગદગદ ફૂલી રહી છે અને ગર્વ લેવા જેવી વાત છે ગુજરાતીઓની રગે રગ માં સાહસ વૃત્તિ પડેલી છે જરૂર છે માત્ર તેને યોગ્ય પ્લેટફોર્મ મળવાની. અનેક રમત ગમત અંગે તો આપને ખ્યાલ હશે પરંતુ કાયક વિષે મોટા ભાગના લોકો અજાણ છે આ પણ એક સાહસિક રમત છે અને હવે ગુજરાતીઓ પણ આ કાયકિંગમાં રસ ધરાવતા થયા છે.
કાયકિંગ શું છે
કાયક એટલે સાંકડી અને લાંબી હોડી, કે જેમાં એક કે બે વ્યક્તિઓ બેસીને એક શાફ્ટમાં બંને બાજુ બ્લેડ હોય તેવા હલેસાંથી ચલાવાતી હોય. કાયકની શોધ ધ્રુવીય વિસ્તારોમાં એસ્કિમો આદિજાતિઓએ આશરે ચાર હજાર વર્ષો પહેલા કરી હતી. ત્યારે ઝાડના થડના પોલાણ કે પ્રાણીઓના હાડપિંજર પર માછલીની સ્કીન સીવી પાણીમાં શિકાર કરવા વપરાતી. કાયકની ઝડપને કારણે લોકપ્રિયતા એ હદે વધતી ગયી કે યુરોપિય દેશોમાં 17મી સદીમાં આ રમત શરૂ થઇ અને 18મી સદીમાં ઠેર ઠેર કલબ રચાઇ રમત તરીકે પણ ઉપયોગ થવા લાગ્યો. ત્યારે હલકી ધાતુની ફ્રેમ ઉપર વોટરપ્રૂફ ફેબ્રીક વપરાતું. ઓસ્ટ્રેલીયા અને યુરોપના કેટલાયે સાહસવીરોએ નદીઓ અને દરિયામાંમાં પણ કાયક દ્વારા સાહસ સફરો ખેડવા લાગ્યા હતા. તેમાં ફ્રાંઝ રોમર , હાન્સ લીંડમેન અને ઓસ્કાર સ્પેક જેવાઓએ તો અદ્વિતીય પરાક્રમો રચી પોતાના નામ ઇતિહાસમાં અમર કરી દીધા.
આ પણ વાંચો : World Youth Skills Day 2021: કેમ ભારતના ખેલાડીઓ અન્ય દેશની સરખામણીમાં પાછળ છે ?
ઓલમ્પિકમાં કાયકિંગ ને સ્થાન
ઓલિમ્પિકમાં કાયકિંગનો 1924માં ડેન્મોસ્ટ્રેશન સ્પોર્ટ અને 1936માં ફૂલ મેડલ સ્પોર્ટ્સ તરીકે સમાવેશ પણ થયો. ભારત દેશમાં લગભગ 80ના દાયકામાં તેનો હિમાલયન નદીઓમાં પ્રવેશ થયો હતો. વડોદરાના દેવાંગ ખોરાડ ETV Bharatને જણાવ્યુ કે 2001ની સાલમાં ગંગા નદીમાં ઋષિકેશ પાસે પ્રથમવાર તેઓએ પ્રવાહ સાથે ઊછળતી કાયક જોઈ હતી ત્યારથી પ્રથમ દ્રષ્ટિએ પ્રેમ થયો. મહીસાગર નદીમાં તેના પ્રારંભિક પાઠોની તાલીમ સહકર્મી મિત્ર અનિલ ચૌધરી પાસે લીધી જે આઇપીસીએલની વોટરસ્પોર્ટ ની ટીમનો સદસ્ય હતો.ત્યારબાદ શરૂઆતની તાલીમ પછી મહીસાગર અને નર્મદા નદી માં બે થી પાંચ દિવસોના અભિયાનો કર્યા હતા.
નોંધપાત્ર કાયકિંગ સફર અભિયાનમાં
તેઓએ નવેમ્બર 2006 : નર્મદા નદીમાં ગરુડેશ્વરથી ભાડભૂત, (180 કિલોમીટર.) તથા સપ્ટેમ્બર 2016 : ગંગા નદીમાં હરીદ્વારથી કાનપુર, (630 કિલોમીટર) તથા મે-ઓક્ટો.2018 : નવીબંદર, દ્વારકા, પોરબંદર દરિયાઈ પ્રેક્ટિસ. તથા ડિસેમ્બર 2018 : સોલો કોસ્ટલ કાયકિંગ અભિયાન : કચ્છથી ઉમરગામ(કાયકમાં ગુજરાતનો દરિયો ખેડનાર પ્રથમ ગુજરાતી). વોટરસ્પોર્ટ્સને ઉત્તેજન મળે તે માટે, દેવાંગ ખોરાડે પાણીમાં કરેલ સાહસયાત્રાઓનું પુસ્તક જળપ્રણયગાથા પણ લખ્યું છે. હાલમાં 19 ફેબ્રુઆરી થી 4 એપ્રિલ 2021 - દરમિયાન નર્મદા નદીમાં કાયકિંગ અભિયાન : સોર્સ ટુ સી (અમરકંટકથી દહેજ) 1000+ કિલોમીટર પૂર્ણ કર્યું હતું જે નર્મદા નદીમાં ભારતીય દ્વારા પ્રથમવાર ખેડાયેલું અભિયાન છે.
પાણીની ભૉગોલીક પરિસ્થિતિનો ખ્યાલ હોવો જોઈએ
કાયકિંગ એક સાહસિક રમત છે પરંતુ તેમાં ક્યારેક જીવ પણ જોખમમાં મુકાઈ શકે તેમ છે કાયકિંગમાં જતા પહેલા કોઈ પણ પાણીથી પરિચિત હોવું ખુબ જરૂરી છે. દરેક પાણી અલગ પ્રકારનું હોય છે નદીઓનું પાણી વહેતુ હોય તળાવમાં શાંત હોય છે તથા નદીના બન્ને પહોળાઈ ધ્યાનમાં લેવી જરૂરી છે ઉપરાંત પાણીનો અભ્યાસ મહત્વપૂર્ણ રહે છે. દરિયાનું પાણી નદીના પાણી કરતા વધુ મુશ્કેલ હોય છે અને કાયકિંગ સમયે પવનની દિશાનો અભ્યાસ પણ કરવો જરૂરી છે અને કોઈ ધોધ પડતો હોય તો ત્યાંથી પસાર થતી વખતે ધ્યાન રાખવું પડે છે અને લાઈફ જેકેટ પણ સાથે રાખવું પડે છે.
આ પણ વાંચો : જાપાનમાં કોરોનાની અસર, રદ થઈ શકે છે ટોક્યો ઓલિમ્પિક-2020
પોરબંદર માં કાયકિંગ ક્લબની શરૂઆત
ગુજરાતમાં 50 અને 60ના દાયકાઓમાં અમદાવાદ , વડોદરા અને સુરતમાં બોટ કલબ ચાલતી હતી પણ દરિયાકિનારે પ્રથમવાર શ્રીરામ સી સ્વિમિંગ કલબ દ્વાર હાલ કાયકિંગ ક્લબ પણ શરૂ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સ્તરે સી સ્વિમિંગ બાદ મેરેથોન અને સાયક્લેથોનની જેમ કાયકિંગ પણ અહીથી પ્રચલિત થશે જ અને સાહસિક અભિયાનોની અવનવી ગાથાઓ પણ જરૂર રચાશે.દરિયામાં સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર મહિનામાં પ્રેક્ટિસ શરૂ કરાવવામાં આવશે જે રીતે માના પટેલ બેસ્ટ સ્વિમર છે, તે ટોક્યો ખાતે ઓલમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે તેઓ એ પણ પોરબંદરના દરિયામાં સ્વિમિંગ કરેલું છે આમ આવનાર પેઢી પણ કાયકિંગ ક્ષેત્રે ગુજરાત સહિત વિશ્વમાં નામ રોશન કરે તેવો શ્રી રામ સ્વિમિંગ ક્લ્બનો હેતુ છે.