પોરબંદરઃ કોરના વાઈરસના સંક્રમણ દરમિયાન જીવને જોખમમાં મુકી પળે પળેની માહિતી દેશની જનતાને પહોંચાડતો કોરોના વોરિયર્સ મીડિય કર્મીઓ પર પણ હુમલાઓ થતાં જોવા મળે છે. ત્યારે પત્રકારો પર થતાં હુમલાને રોકવા અને તેેમને રક્ષણ માટે કાયદો બનાવવામાં આવે તેવી માંગ પોરબંદરના પત્રકારોએ કરી છે.
અમદાવાદમાં પત્રકાર એક ન્યુઝ પોર્ટલના ધવલ પટેલ પર રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત પરપ્રાંતિય મજૂરો દ્વારા ખાનગી ચેનલના પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો છે. આ બને બનાવમાં મીડિયા કર્મીઓ પર થતાં ખોટા દબાણ અને હુમલાઓ કરનારને જેમ તબીબો પર થયેલ હુમલાનો કાયદો બનાવવામાં આવ્યો તેવો કાયદો પત્રકારો માટે પણ બનાવવામાંં આવે.
આ સાથે જ પત્રકારો પર હુમલો કરનારને કડક સજા આપવાની માંગ સાથે પોરબંદરના તમામ પત્રકારોએ અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. પત્રકારોને પણ ખાસ પ્રોટેક્શન મળે અને સરકાર હુમલાખોરો પર કડક કાયદો બનાવે તેવી માંગ કરી છે.