ETV Bharat / state

પોરબંદર જિલ્લામાં બહારથી આવતા દર્દીઓની સંખ્યા વધતા 50 બેડ વધારાશે - porbandar corona update

પોરબંદરમાં કોરોનાની સ્થિતી વકરી જતાં પ્રભારી પ્રધાન જવાહર ચાવડાએ પોરબંદર જિલ્લાની મુલાકાત લીધી હતી અને જરૂરીયાત મુજબના તમામ કાર્યો પૂર્ણ કરવાની વાત કરી હતી.

પોરબંદર
પોરબંદર
author img

By

Published : Apr 17, 2021, 3:55 PM IST

  • પ્રાઇવેટ હોસ્પિટલમાં જરૂરિયાત મુજબ મંજૂરી અપાશે
  • ઇન્જેકશન અને ઓક્સિજનનો જથ્થો પૂરતો છે
  • તમામ હોસ્પિટલ દર્દીઓથી ભરાઈ

પોરબંદર: પોરબંદર જિલ્લાના પ્રભારી પ્રધાન જવાહર ચાવડાએ પોરબંદર જિલ્લાની મુલાકાત લીધી હતી અને કલેકટર કચેરીના સભાખંડ ખાતે કોવિડ-19 અંગેની એક સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં જિલ્લા કલેકટર , SP, DDO, અને આરોગ્ય અધિકારી, ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા સહિત નગરપાલિકા પ્રમુખ સરજુ કારિયા પણ ઉપસ્થિત રહયા હતા.

જવાહર ચાવડાએ પોરબંદર જિલ્લાની મુલાકાત લીધી

આ પણ વાંચો:અર્બન,પ્રાયમરી અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં પાંચથી વધુ કોરોના ટેસ્ટ કરવાની રામદેવ મોઢવાડિયાએ માંગ કરી

તંત્ર દ્વારા જરૂરીયાત અનુસાર પગલાં લેવામાં આવશે

જિલ્લાની સ્થિતિ હાલ કંટ્રોલમાં છે તેમ જણાવતા જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે, બહારથી આવતા દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે અને પોરબંદરમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે લોકોએ તકેદારી રાખવી. હાલ 200 બેડની વ્યવસ્થા સરકારી હોસ્પિટલમાં છે જેમાં 23 દર્દીઓ કોવિડના છે અને દર્દીઓની સંખ્યામાં વધારો ધ્યાનમાં રાખીને 50 બેડ વધારવામાં આવશે આ ઉપરાંત ઇન્જેક્શન અને ઓક્સિજનનો જથ્થો સરકારી હોસ્પિટલમાં પૂરતો છે. આ ઉપરાંત આગામી સમયમાં જરૂરિયાત મુજબ પ્રાઇવેટ હોસ્પિટલને covid હોસ્પિટલમાં પરિવર્તિત કરવાની સંપૂર્ણ તૈયારી છે જો યોગ્ય લાગશે તો એ પણ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.