પોરબંદર : જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ આવતા જિલ્લામાં કન્ટેન્ટમેન્ટ વિસ્તાર નક્કી કરાયા વિસ્તાર નક્કી કરવામાં આવ્યા છે. આ અંતર્ગત જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું.
પોરબંદર જિલ્લામાં નોવેલ કોરોના વાઇરસના વધુ પોઝિટિવ કેસ આવતા વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના ભાગરૂપે મહત્વના પગલા લેવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એન.મોદીએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ 1973ની કલમ-144, ધ ડીઝાસ્ટર મેનજમેન્ટ એક્ટ-2005ની કલમ-30 તથા કલમ-34 અને ગુજરાત એપેડેમીક ડીસીઝ કોવીડ-19 રેગ્યુલેશન 2020ની કલમ-2 અન્વયે પોરબંદરના માણેકચોક વિસ્તારમાં 7 ઓગષ્ટથી 3 સપ્ટેમ્બર સુધી કન્ટેન્ટમેન્ટ વિસ્તાર નક્કી કરી જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.
- પોરબંદર શહેરના રાજમહેલ પાસેના ઝુરીબાગ મેઈન રોડ પર પૂર્વમાં મહારાણા આર્ટ ગેલેરીની બાજુમાં ભવાની કૃપા મહેશ રતિલાલ નથવાણીનું ઘર.
- પોરબંદર શહેરના નરસંગ ટેકરી પાસેના પારસનગર વિસ્તારમાં ઉત્તરે નટુભાઈ જોષીના ઘરથી દક્ષિણે મિતાબેન નિર્ભયકુમાર મોઢાના ઘર તથા પૂર્વમાં તેની બાજુના બંધ ઘર સુધીનો વિસ્તાર.
- પોરબંદર શહેરના વાઘેશ્વરી પ્લોટ વિસ્તારના ડો.જાડેજા હોસ્પિટલની સામેની શેરીમાં ઉત્તરે બ્રિજેશ રસીકભાઈ ઠકરારના ઘરથી દક્ષિણે શાંતિલાલ પોપટના ઘર સુધીનો વિસ્તાર.
- પોરબંદર શહેરના છાંયા ચોકી રોડ પરના પ્રભાત ગ્લાસ સામેની ગલીમાં ઉત્તરે રાજુભાઈ મધુભાઈ પાંજરીના ઘરથી દક્ષિણે ઉમેદલાલ પ્રભુલાલ તન્નાના ઘર સુધીનો વિસ્તાર.
- પોરબંદર શહેરના વાઘેશ્વરી પ્લોટ વિસ્તારના ચાવડા એપાર્ટમેન્ટની બાજુનું ઘર.
- પોરબંદર શહેરના એસ.વી.પી.રોડ પર ભાવિન ઈલેકટ્રોનિકસની સામેની ગલીમાં દક્ષિણે ખતીજા હનીફ ચિત્તલવાલાનું ઘર તથા સામેનું બંધ ઘરનો વિસ્તાર.
- કુતિયાણા તાલુકાના કુતિયાણા ગામમાં મેઈન રોડ પર ચુનારીવાસમાં પૂર્વમાં જેરામ બાબુ ઓડવના ઘરથી પશ્ચિમે લકમી સામત સોલંકીના ઘર સુધી તથા સામેના ખાલી પ્લોટથી પૂર્વમાં જેરામ બાબુ ઓડવના ઘરની બાજુના ખાલી પ્લોટ સુધીનો વિસ્તાર.
- પોરબંદર શહેરના ઝુરીબાગ વિસ્તારમાં કૈલાશ ગેરેજ સામે પૂર્વ દિશાની ગલીમાં દક્ષિણે કેતન હરીભાઈ ખોડાની દુકાનથી ઉત્તરે કેતન હરીભાઈ ખોડાના ઘર સુધી તથા સામે રશિમબેન રજનીકાંત મોતીવરસના ઘરથી દક્ષિણે બંધ ઘર સુધીના વિસ્તારને 7 ઓગ્ષ્ટ થી 3 સપ્ટેમ્બર સુધી કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે.
માલ અને સેવાઓ આપૂર્તિ માટે (પરવાનગી સાથે) અને મેડીકલ ઇમરજન્સી માટે વ્યક્તિઓની અવર-જવર, આ હુકમ સરકારી ફરજ ઉપરના અધિકારી/કર્મચારીઓને લાગુ પડશે નહી, કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ફક્ત આવશ્યક સેવાઓ 7.00 કલાકથી 19.00 કલાક સુધી જ ચાલુ રાખી શકાશે.