તો બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અદાવતના કારણે બોલાચાલી થઇ હોવાનું ઈંડાના વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું.આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે હુમલાના ભોગ બનનારના ભાઈ અસલમ ખોખરે કુતિયાણાના પાલિકા પ્રમુખ ઢેલીબેન દ્વારા આ હુમલો કરાવવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા હતા.
હમદપરા પાટિયા પાસે ગત રાત્રીના 11 કલાકે ઈંડાની લારી પર 2 શખ્સો આવ્યા હતા અને બોલાચાલી કરી રેંકડીના વેપારી અનસભાઈને ઝાપટ મારી જતા રહ્યા હતા અને થોડીવાર બાદ કાર લઈને 16 જેટલા લોકોનું ટોળું આવ્યું હતું અને રિવોલ્વર વડે ફાયરિંગ કરી, ધોકા અને લાકડી જેવા સાધનોથી મારામારી કરી હતી. અસલમ જોરાવર ખોખર સાથે અગાઉની અદાવત હોય આમ તેની સાથે ફરતા હોવાનું મનદુઃખ હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. આ 16 શખ્સોમાં નાગા માલદે ઓડેદરા, આવડા પોલા, બીટુ માલદે ઓડેદરા, દિલીપ લખું, હમિદ ગામેતી, હમીર મેર સહીત 10 અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધી આ સમગ્ર મામલે કુતિયાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.વી. પંડ્યાએ વધુ તપાસ હાથ ધરી છે.
ત્યારે હુમલાનો ભોગ બનનારના ભાઈ અને એનસીપીના અસલમભાઈએ આક્ષેપ કર્યો હતો કે, કુતિયાણા નગરપાલિકા પ્રમુખ ઢેલીબેન દ્વારા જુના રાજકીય મનદુઃખના કારણે તેના દીકરાઓએ સમગ્ર હુમલો કરાવ્યો છે. મુસ્લિમ સમાજના લોકોના ધંધા રોજગાર બંધ કરાવવા અનેકવાર ધમકી પણ મળી હતી.
પીડિતો દ્વારા જણાવવામાં આવ્યું કે, પોલીસ પાસે રક્ષણ પણ માગ્યું હતું અને આ ઘટનામાં પાલિકા પ્રમુખના કહેવાથી તેઓના રોજગારમાં તોડફોડ કરી કુતીયાણાથી હિજરત કરવાની ફરજ પાડી રહ્યા છે. પોરબંદર નાયબ પોલીસ અધિક્ષક જે. સી. કોઠિયાએ જણાવ્યું કે, ભોગ બનનારની ફરિયાદને આધારે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.