નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પોલીસ ચેકીંગમાં હોય તે દરમિયાન રેલવે સ્ટેશન તરફથી ટ્રક નંબર GJ 03 W 7848 નિકળતા તેને ઉભો રાખી ડ્રાઇવરની પુછપરછ હાથ ધરતા ટ્રક પોતાની જ માલીકીનો હોવાનું જણાવતા તેના પાસે ટ્રકના કાગળોની ઝેરોક્ષ નકલ રજુ કરતા જેમાં ટ્રક ટાટા કંપનીનો દર્શાવેલ હતો.
આ સમગ્ર તપાસ બાદ વધુ પુછપરછ હાથ ધરતા ટ્રકનો સાચો નંબર GJ 25 T 5282 હોવાનું તથા RTO ટેક્ષ ચોરી કરવા માટે હાલ લગાવેલ નંબર પ્લેટ GJ 03 W 7848ની અન્ય ટ્રકની ખોટી નંબર પ્લેટ હોવાનુ તથા તેના કાગળો પણ ઝેરોક્ષ કરીને સાથે રાખી બતાવતો હોવાનું જણાવતા ટ્રક માલિકને છેતરપિંડી, ઠગાઇ, બનાવટી દસ્તાવેજનો ગુનો નોંધી અને ટ્રકની કિંમત રુપિયા 5 લાખ સાથે ધરપકડ કરી તેના વિરૂધ્ધ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.