ETV Bharat / state

રાતીયા ગામે સીમ શાળાના બાળકોને ફૂડ પેકેટ વિતરણ ન કરાતા વાલીઓમાં રોષ

કોરોના કહેર વચ્ચે પોરબંદરના રતીયા ગામે સીમ શાળાના બાળકોને ફૂડ પેકેટનું વિતરણ ન કરાતા વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

Etv Bharat, GujaratI News, Porbandar News
Porbandar News
author img

By

Published : Jun 8, 2020, 3:11 PM IST

પોરબંદરઃ જિલ્લાના રાતીયા ગામે આવેલી સીમ શાળામાં લોકડાઉન દરમિયાન આચાર્ય દ્વારા બાળકોને ફૂડ પેકેટ વિતરણ ન કરવાની વિગત સામે આવી છે અને વાલીઓમાં આ બાબતે રોષ ભભૂકયો છે. સોમવારે રાતિયા ગામના વાલીઓએ આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત ફરિયાદ કરી હતી. આ બાબતે યોગ્ય તપાસ કરવા પોરબંદર જિલ્લા NSUIએ માંગ કરી છે.

રાતીયા ગામે સીમ શાળાના બાળકોને ફૂડ પેકેટ વિતરણ ન કરાતા વાલીઓમાં રોષ
વિશ્વભરમાં કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાયેલું છે, ત્યારે ભારતમાં પણ કોરોના વાઇરસ ના પગલે શાળાઓ બંધ હોવાથી સરકાર દ્વારા ચાલતા મધ્યમ ભોજન યોજના અંતર્ગત શાળામાં ભણતા બાળકો માટે ફૂડ પેકેટ વિતરણ તમામ શાળાઓમાં કરવામાં આવ્યું હતું, પરંતુ પોરબંદરની રાતિયા ગામે આવેલી સીમ શાળામાં આચાર્ય દ્વારા હું બાળકોને ફુડ પેકેટ વિતરણ ન કરાતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા અને આ બાબતે વાલીઓમાં પણ રોષ ભભૂક્યો હતો.

જેથી સોમવારે બાળકોના વાલીઓએ આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જિલ્લા શિક્ષણ અધિકારીને જિલ્લા એનએસયુઆઈ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી કે, આ બાબતે કડક તપાસ થાય અને આ પ્રકરણમાં બેદરકારી દાખવનારા કર્મચારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી. જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી કેવી મિયાણીએ જણાવ્યું હતું કે, આ બાબતે તપાસ હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ જ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.