પોરબંદરઃ જિલ્લાની તળપદ સરકારી શાળાના ધોરણ 6થી 9ના 42 બાળકો અને ચાર શિક્ષકો આજે પોરબંદરથી અમદાવાદની સફરે નીકળ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓમાં વિમાન મુસાફરીને લઈ ઉત્સુકતા જોવા મળી હતી.
પોરબંદરની તળપદ સરકારી શાળાના ધોરણ 6થી 9ના 42 બાળકો અને ચાર શિક્ષકો આજે પોરબંદરથી અમદાવાદની સફરે નીકળ્યા છે. આ શાળાના બાળકોએ બચત બેંક શરૂ કરી હતી. જેમાં સ્કૂલમાં પોકેટ મની મળતી તેમાંથી રૂપિયા બચાવતાં ગયા અને પંદરસો રૂપિયા એકત્રિત તથા તમામ બાળકોને વિમાનની સફર કરાવવાનું શિક્ષકોએ નક્કી કર્યુ હતું.
આમ, પોતાની બચતમાંથી વિમાન સફર જવાનો લ્હાવો બાળકોને આજે મળ્યો છે, ત્યારે રમકડામાં જોયેલું વિમાન આજે હકીકતમાં જોવા મળશે અને તેમાં બેસીને સફરે જવાનું આ બાળકો માટે માત્ર સ્વપ્ન જેવું હતું. પરંતુ તે આજે હકીકત બની ગયું છે, જ્યારે અમદાવાદમાં બે દિવસ ફરીને પોરબંદર આ બાળકો પરત ફરશે તો બાળકોના અન્ય ખર્ચ માટે પોરબંદરના અનેક દાતાઓ પણ મદદ કરી હતી.