પોરબંદર: પાકિસ્તાને રવિવારે 20 ભારતીય માછીમારોને (Indian fishermen released from Pakistan) મુક્ત કર્યા છે, જેઓ પાકિસ્તાનની જળસીમામાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ કરાંચીની જેલમાં બંધ હતા. આ તમામ માછીમારો આજે વાઘા બોર્ડર પર પહોંચશે. ત્યારે મુક્ત કરાયેલો માછીમાર પરિવાર અને માછીમાર સમાજમાં ખુશીની લહેર (A wave of happiness in the fishing community) છવાઇ છે.
માછીમારોની પકડ ન થાય તે દિશામાં બન્ને દેશ યોગ્ય પગલાં ભરે તેવી આશા
20 ભારતીય માછીમારોને (20 Indian fishermen released) કરાચીની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને ઉત્તરપૂર્વીય લાહોર શહેરમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને સોમવારે વાઘા બોર્ડર પર ભારતીય અધિકારીઓને સોંપવામાં આવશે. બન્ને દેશો અવારનવાર એકબીજાના પ્રાદેશિક જળસીમાનું ઉલ્લંઘન કરવા બદલ માછીમારોની ધરપકડ કરે છે. કારણ કે નબળી સીમાંકિત જળસીમાઓ અને ચોક્કસ સ્થાનો નિર્ધારિત ન કરવાથી માછીમારોની બોટ ઘણીવાર ભૂલથી એકબીજા દેશની જળસીમાં ઓળંગી જાય છે અને પકડાઈ જાય છે. ત્યારે બન્ને પાડોશી દેશોએ કોઈ નિશ્ચિત નિર્ણય લઈ દરિયામાં ખોટી રીતે માછીમારોની પકડ ન થાય તે દિશામાં યોગ્ય પગલાં ભરાય તેવી આશા બન્ને દેશો પાસે માછીમારો રાખી રહ્યા છે.
મુક્ત થયેલાં 20 માછીમારોના નામ
પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવેલ 20 માછીમારોમાં (Indian fishermen released from Karanchi) સુનિલ પ્યારેલાલ, રાજો વિનોદ, બચીલાલ રામસેવક, બાબુ પ્યારેલાલ, વિવેકરામ બસલ, જયસિંઘ ડોસાભાઇ, દિનેશ રાજસિંહ, કમબલપા ભાવેશ બાબુભાઇ, હરિ ભીખા, મનુ વીરા, કરસન ખીમા, ભાવેશ બાસુ, ભાવેશ ભીખા, નરેશ સિદી, કાના દેવા, ગોપાલ જીના, અહેમદ દાદા, ભીમા માલા, ભરત હાજા, ધીરો કાલાનો સમાવેશ થાય છે. આ તમામ આજે વાઘા બોર્ડર પર પહોંચશે.
આ પણ વાંચો: ભારતીય જળસીમા ઘૂસણખોરી મામલો: 10 પાકિસ્તાનીઓને લઈને 'અંકિત' પહોંચી પોરબંદર જેટ્ટી
આ પણ વાંચો: Pakistani Fisherman Remand: ભારતીય જળ સીમા પરથી ઝડપાયેલા 18 પાકિસ્તાની માછીમારોના 10 દિવસના રિમાઇન્ડ મંજુર