- કોંગ્રેસ માઈનોરિટી દ્વારા કરાયું વૃક્ષારોપણ
- મૌલાના તાહિરની દરગાહ ખાતે 100 વૃક્ષોનું કરાયું વાવેતર
- વૃક્ષોનું જતન કરવાના લીધા શપથ
પાટણઃ ગુજરાતનાં મહાન સપૂત લોખંડી પુરુષ અને ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી અને અને દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના નિર્વાણદિન નિમિત્તે પાટણ શહેરના ફિલ્ટર પ્લાન્ટ પાસે આવેલા હજરત મૌલાના મોહમ્મદ તાહિર મોહદીશની દરગાહ ખાતે જિલ્લા કોંગ્રેસ માઈનોરિટી વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વાવેલા વૃક્ષોનું જતન કરીને તેને ઉછેરીને મોટા કરવાના સંકલ્પ પણ લેવામા આવ્યાં હતા.
કોરોના સંક્રમણને અટકાવવા લોકોમાં જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લીધો
આ ઉપરાંત જિલ્લા કોંગ્રેસે કોરોના મહામારીને અનુલક્ષીને ફરજિયાત માસ્ક પહેરવા, વારંવાર હાથ ધોવા, સિનેટાઈઝનો ઉપયોગ અને 2 ગજની દૂરી જાળવવા અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે સંકલ્પ લીધો હતો.