માહિતી પ્રમાણે, ધારપુર મૅડિકલ હૉસ્પીટલમાં સારવાર અર્થે લાવવામાં આવેલ દુષ્કર્મના ગુનામાં સજા ભોગવી રહેલ આરોપી વિષ્ણુ ઠાકોર નામનો કેદી મોડી રાત્રે પોલીસને હાથતાળી આપી સારવાર લઈ રહેલ રૂમની બારીમાંથી કુદી ફરાર થઇ ગયો હતો. આ બાબતની જાણ પોલીસને થતા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જો કે, હજુ સુધી પોલીસના હાથે આરોપી લાગ્યો નથી.
ઉલ્લેખનીય છે કે, ધારપુર મેડીકલ હોસ્પિટલ માં કેદીઓને સારવાર માટે લવાતા હોય છે. આ પહેલા પણ આ હૉસ્પીટલમાંથી કેદીઓ ફરાર થઇ ચુક્યા છે ત્યારે વધુ એક કેદી ફરાર થઇ જવાનો કિસ્સો પ્રકાશમાં આવતા પોલીસ વિભાગની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.