- સાંતલપુરના ઈન્ચાર્જ મામલતદારને કરાયા સસ્પેન્ડ
- બકુત્રા ગામની 5.15 હેક્ટર જમીન ગીરો રાખનારના નામે કરી
- સત્તા ન હોવા છતાં ખેડૂતની જમીન મામલતદારે ગીરો રાખનારના નામે કરી
- જિલ્લા કલેક્ટરે મામલતદારને સસ્પેન્ડ કરતા મહેસૂલ વિભાગમાં ફફડાટ
સાંતલપુર: તાલુકાના બકુત્રા ગામેં સંઘવી મંગળચંદ મયચંદની સર્વે નંબર 662 વાળી પોતાની માલિકીની ખેતીની જમીન આયર જીવાભાઈ વાઘાભાઇને ગીરવી આપી હતી. સંઘવી મંગળચંદની 5.15 હેક્ટર જમીન ગીરો લીધા બાદ આયર જીવાભાઈની દાનત બગડતાં આ જમીન પોતાના નામે કરાવવા કારસો રચ્યો હતો.
આ પણ વાંચો : બિહાર : ચંપારણ જિલ્લામાં ગંડક નદીમાં બોટ પલ્ટી, ડઝનેક લોકો ગુમ
ખોટી રીતે જમીન નામે કરી
સાંતલપુર ઈન્ચાર્જ મામલતદાર બીડી પટેલને મળી કરી ગીરો હક કમી કરી પોતાના નામે કરાવી લીધી હતી. આ મામલે ખાતાકીય તપાસ કરાવતાં ભાંડો ફૂટયો હતો અને સાંતલપુરના ઈન્ચાર્જ મામલતદાર બી ડી પટેલે જમીન ગીરો હક કમી કરી ગીરો રાખનારનું નામ દાખલ કરતો હુકમ કર્યાનું પ્રકાશમાં આવ્યું હતું. આ હુકમ કરવાની સત્તા ઈન્ચાર્જ મામલતદારને નથી છતાં તેઓએ હુકમ કરતાં પાટણના જિલ્લા કલેકટર સુપ્રીત સિંગ ગુલાટી એ તાત્કાલિક અસરથી ઈન્ચાર્જ મામલતદાર બીડી પટેલની બદલી કર્યા બાદ તેઓને સસ્પેન્ડ કરતાં મહેસૂલ વિભાગના અધિકારી-કર્મચારીઓમાં ખળભળાટ મચ્યો છે.