ETV Bharat / state

Navratri 2023 Day 1: પાટણમાં લીમ્બચ માતાની પોળના રહીશોએ નવદુર્ગા અને બટુક પૂજન કરી નવરાત્રીનો કર્યો પ્રારંભ - Navratri by worshiping Navadurga and Batuk

ગઈ કાલે નવરાત્રીનો પહેલો દિવસ હતો. ત્યારે પાટણમાં પણ નવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. પ્રથમ નોરતે નવદુર્ગા મૌલાના રહીશો દ્વારા પૂજન કરી લીંબચમાતાની પોળમા પ્રાચીન ગરબાની ઉજવણી કરવામાં આવી હતી.

પાટણમાં લીમ્બચ માતાની પોળના રહીશોએ નવદુર્ગા અને બટુક પૂજન કરી નવરાત્રીનો કર્યો પ્રારંભ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 16, 2023, 8:55 AM IST

પાટણમાં લીમ્બચ માતાની પોળના રહીશોએ નવદુર્ગા અને બટુક પૂજન કરી નવરાત્રીનો કર્યો પ્રારંભ

પાટણના: સાલવિવાડા વિસ્તારમાં લીંબચમાતાની પોળમા નવરાત્રી મહોત્સવમાં ભારતીય સંસ્કૃતિ અનુરૂપ પ્રાચીન ગરબાની પરંપરા આજે પણ જોવા મળે છે. પ્રથમ નોરતે નવદુર્ગા મૌલાના રહીશો દ્વારા પૂજન કરી ચાચરના ગરબાનુ ગાન કર્યા બાદ પરંપરાગત રીતે નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

વર્ષોની પરંપરા આજે પણ અકબંધ: શક્તિ ,ભક્તિ અને આરાધનાના પર્વ એવા નવરાત્રીમાં પણ વેસ્ટન કલચર જોવા મળી રહ્યુ છે. લોકો પાર્ટી પ્લોટમાં ડીજેના તાલે ગરબે ઘૂમતા જોવા મળે છે. ત્યારે આજના આધુનિક યુગમાં પાટણની લીંબચમાતાની પોળના લીમ્બચીયા સમાજના લોકોએ ભાતીગળ પ્રાચીન ગરબાની પરંપરા ને વર્ષોથી જાળવી રાખી છે. અહીંયા રમતા ગરબાઓમાં પ્રાચીન ગરબા મા પૌરાણીક ગરબાઓની જમાવટ જોવા મળે છે.

આજે પણ અકબંધ: નવરાત્રી ના પ્રથમ નોરતે સ્થાનિકો દ્વારા નવ બાળકીઓને આદ્યશક્તિ નુ સ્વરૂપ માની અને પાંચ બાળકો ને બટુક ભૈરવનું સ્વરૂપમાની માતાજી ના ચાચર ચોક મા ઉભા રાખી તેઓની વિધિવત રીતે પૂજા કરી માતાજી ના ચાચરના ગરબાનું ગાન કરી નવરાત્રી મહોત્સવ ની શરૂઆત કરવામા આવે છે. ત્યારે ચાલુ વર્ષે પણ મહોલ્લાના રહીશોએ નવદુર્ગા અને બટુકનું પૂજન કરી નવરાત્રી મહોત્સવ નો પ્રારંભ કર્યો હતો. લીંબચમાતાની પોળમા વર્ષોની આ પરંપરા આજે પણ અકબંધ જોવા મળે છે.

માતાજીના ગુણગાન: લીંબચમાતાની પોળમાં વર્ષોથી આ પૌરાણિક ગરબા મહોત્સવ ઉજવાય છે. અહીં આદ્યશક્તિ મા અંબાની માંડવી ને ચાચર ચોક મા મૂકી મહિલાઓ ,બાળકો અને મોટેરાઓ ગરબે ઘૂમી માતાની આરાધના કરે છે. આ સમયે અલૌકિક અને દિવ્ય વાતાવરણનો લોકોને ભાસ થાય છે. આ મહોલ્લાના લોકો આજે પણ પાર્ટી પ્લોટમાં ગરબે રમવા જતા નથી. શેરી મા ગરબે ઘૂમી આદ્યશક્તિ ની આરાધના કરે છે. મ્યુઝિકલ કલ્ચર, પાર્ટી પ્લોટના ધબકારા અને રણકારના બદલે અહીં નવરાત્રી દરમ્યાન ઢોલ,મંજીરા અને ખંજરીના તાલે ગરબા ઘવાય છે. મોંઘા સંગીત ના સાધનો અને ડીજે ના બદલે મહોલ્લાના રહીશો જ પોતાના સૂર રેલાવી માતાજીના ગુણગાન ગાય છે.

Navratri 2023 2nd Day : નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની આ રીતે કરો પૂજા, આ મંત્રનો જાપ કરવાથી માતા પ્રસન્ન થશે

Navratri 2023 Day 1: પ્રથમ નવરાત્રિના દિવસે નાની બાળાઓ ચોસઠ જોગણીનો શણગાર સજીને લોકોને દર્શન આપ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.