પાટણ: પાટણના હાંસાપુર વિસ્તારમાં થોડા વર્ષો પહેલા નવા બનેલા પરંતુ બંધ પડેલા પમ્પિંગ સ્ટેશનને કાર્યરત કરાવવા મામલે રાજકારણ ગરમાયું છે. ધારાસભ્ય કિરીટભાઈ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કેબિનેટ પ્રધાન દિલીપભાઈ ઠાકોર અને જિલ્લા ભાજપ પ્રમુખ સામે આક્ષેપ કર્યા હતા અને લોકો તકલીફ ભોગવી રહ્યા અંગે જણાવ્યું હતું.
જો કે, પત્ર લખવાની આ ઘટના બાદ માત્ર 24 કલાકમાં જ પાટણ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું અને પાટણ નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર સહિતના સ્ટાફે હાંસાપુર પમ્પિંગ સ્ટેશન ખાતે પહોંચી તેને કાર્યરત કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
પાટણ નગરપાલિકાના પ્રમુખે પમ્પિંગ સ્ટેશન બાબતે ધારાસભ્યના આક્ષેપને ખોટા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, અત્યારસુધી ધારાસભ્ય દ્વારા અનેક મુદ્દે આક્ષેપો કરવામાં આવ્યા છે. જે પૂરવાર થઇ શક્યા નથી. આ વિસ્તારમાં પાઈપો જામ થઇ ગઇ છે માટે તેનુ ચેકીંગ કરવામાં આવે છે. તે કામગીરી પૂર્ણ થશે ત્યારે સ્ટેશન શરૂ થઈ જશે.