ETV Bharat / state

વધુ એકવાર સિંહના હુમલાની ઘટનાઃ ખાંભામાં વાછરડાને બચાવવા વચ્ચે પડેલા યુવક પર સિંહે કર્યો હુમલો - LION ATTACK IN AMRELI

છેલ્લા કેટલાક દિવસોથી સિંહોના હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. જેને લઈને વિસ્તારમાં ચિંતાનો માહોલ છે.

અમરેલીમાં સિંહનો હુમલો
અમરેલીમાં સિંહનો હુમલો (ETV BHARAT GUJARAT)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 5, 2024, 9:38 PM IST

અમરેલી: અમરેલી જિલ્લામાં વધુ એક વખત સિંહનો આંતક સામે આવ્યો છે. અમરેલી જિલ્લામાં એક દિવસ પહેલા જ એક સાત વર્ષની બાળકી ઉપર સિંહણે હુમલો કર્યો હતો અને બાળકીનું મોત થયું હતું. બાદમાં આજે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં સિંહણે યુવક ઉપર હુમલો કર્યો છે.

વાછરડાને બચાવવા યુવક વચ્ચે પડ્યોઃ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગીદરડી ગામે નવસાદ પઠાણ ગામનો યુવક પોતાના પશુઓ ચરાવતો હતો. ખેતીવાડી વિસ્તારની અંદર તે પશુઓ ચરાવતો હતો. જે દરમિયાન અચાનક સિંહ આવ્યો હતો અને સિંહે એક વાછરડા ઉપર હુમલો કર્યો હતો. આથી યુવક વાછરડાને બચાવવા માટે વચ્ચે પડ્યો હતો અને વચ્ચે પડવાને કારણે સિંહ વાછરડીને છોડીને યુવક તરફ વળ્યો હતો અને યુવક ઉપર જીવન હુમલો કર્યો હતો. જેથી એવકને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી.

15 દિવસમાં ત્રણ ઘટનાઓઃ અમરેલી જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં ત્રણ વ્યક્તિ ઉપર સિંહને હુમલો કર્યાની ઘટના બની છે. 22 ઓક્ટોબરના રોજ જાફરાબાદ તાલુકાના જીકાદરી ગામે હુમલો કર્યો હતો. બાદમાં ગઈકાલે સાંજના સમયે જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામે એક બાળક ઉપર હુમલો કર્યો હતો અને બાદમાં આજે 17 વર્ષના યુવક ઉપર હુમલો કર્યો છે.

અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. ગુજરાતના સિંહો માટે કહેવાય છે કે તે માણસ પર હુમલો ક્યારેય કરતા નથી પરંતુ છેલ્લા કેટલાક સમયમાં આવી ઘટનાઓ સામે આવી છે જેમાં અવારનવાર સિંહ હવે માનવ ઉપર હુમલો કરી રહ્યા છે. ત્યારે આજે વધુ એક હુમલાની ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગીદરડી ગામે પશુપાલક ઉપર સિંહને હુમલો કર્યો છે. પશુપાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

  1. આણંદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દુર્ઘટના, કોંક્રીટનો બ્લોક ધરાશાયી થતા અનેક મજૂરોના દબાયાની આશંકા
  2. 2 વીઘામાં તબેલો, 70 ભેંસ અને દરોજ્જ 300 લિટર દૂધનું ઉત્પાદન, અમરેલીના આ પશુપાલક મહિને કરે છે લાખોની કમાણી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.