નવસારીઃ નવસારી જિલ્લાના ચીખલીમાં લોભે લૂંટાવ્યા ઊંચા વ્યાજની લાલચે અલગ અલગ સ્કીમોમાં કરોડો રૂપિયાનું રોકાણ કરાવી ચીખલીના સમર ગ્રુપે 2.94 કરોડ રૂપિયાની છેતરપિંડી કર્યાની ઘટના સામે આવી હતી. લોકોને લોહીના આંસુ રડાવનારા પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ થતા પોલીસે ત્રણને ઝડપી પાડી જેલના સળિયા ગણતા કરી દીધા છે.
નવસારીમાં ઊંચા વ્યાજે રોકાણ કરાવી કરોડોની છેતરપિંડીના અનેક ગુનાઓ સામે આવ્યા છે. તેમ છતાં ઠગભગતો લાલચુ લોકોની નસ પારખી ગયા હોય એમ અલગ અલગ નામે કંપની બનાવી એનું રજીસ્ટ્રેશન કરાવ્યા વગર જ કરોડો રૂપિયા ઉસેટી લેતા હોય છે. નવસારી પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે ચીખલીમાં વર્ષ 2019 માં ચીખલીના સાગર રાઠોડ, તેની પત્ની ચૈતાલી રાઠોડ, ભાઈ વિશાલ રાઠોડ તેમજ નવસારીના મીરલ પટેલ આ ચાર લોકોએ સમર ગ્રુપ નામની કંપની બનાવી લોકોને અલગ અલગ સ્કીમોમાં 75 થી 95 ટકા સુધીનું ઊંચું વ્યાજ આપવાની લાલચ આપીને રોકાણ મેળવ્યું હતું. ત્રણ વર્ષમાં સમર ગ્રુપ દ્વારા ચીખલીમાં કાર્યાલય ખોલી અનિલકુમાર રાઠોડને કર્મચારી તરીકે રાખી, ચીખલીથી ઉમરગામ સુધી એજન્ટો બનાવી અંદાજે 12 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હોવાની ચર્ચાઓ હતી.
જેમાં 100 થી વધુ લોકોને દિવસમાં ચાંદ તારા બતાવીને ફરાર થઈ ચૂકેલા સાગર રાઠોડ અને તેના સાગરિતો સામે થોડા દિવસ અગાઉ ચીખલીના જ જયંતિ સોલંકીએ ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ આપતા હરકતમાં આવેલી પોલીસે 100 થી વધુ લોકોના નિવેદનો નોંધી 2.94 કરોડ રૂપિયાની છેતરપિંડી શોધી કાઢી હતી. પોલીસે તમામના દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરી પાંચેય આરોપીઓ સામે GPID એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી. જેમાં પાંચ આરોપીઓ માંથી વિશાલ રાઠોડ, ચૈતાલી રાઠોડ અને મિરલ પટેલની ધરપકડ કરી હતી. જ્યારે સાગર રાઠોડ અને અનિલ રાઠોડ હજી પણ પોલીસ પકડથી દૂર છે. જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.
સુશિલ અગ્રવાલ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, નવસારીના ચીખલીમાં વર્ષ 2019 માં ચીખલીના સાગર રાઠોડ, તેની પત્ની ચૈતાલી રાઠોડ, ભાઈ વિશાલ રાઠોડ તેમજ નવસારીના મીરલ પટેલ આ ચાર લોકોએ સમર ગ્રુપ નામની કંપની બનાવી લોકોને અલગ અલગ સ્કીમોમાં 75 થી 95 ટકા સુધીનું ઊંચું વ્યાજ આપવાની લાલચ આપીને રોકાણ મેળવ્યું હતું. ત્રણ વર્ષમાં સમર ગ્રુપ દ્વારા ચીખલીમાં કાર્યાલય ખોલી અનિલકુમાર રાઠોડને કર્મચારી તરીકે રાખી, ચીખલીથી ઉમરગામ સુધી એજન્ટો બનાવી અંદાજે 12 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હોવાની ચર્ચાઓ હતી.
મહારાષ્ટ્રને મળ્યા નવા DGP, રશ્મિ શુક્લાનું સ્થાન IPS અધિકારી સંજય વર્મા લેશે
આણંદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દુર્ઘટના, કોંક્રીટનો બ્લોક ધરાશાયી થતા અનેક મજૂરોના દબાયાની આશંકા