નવસારી: દક્ષિણ ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવા માટે કોંગ્રેસે સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભાના વિપક્ષી નેતા અમિત ચાવડા અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક નવસારીમાં કોંગ્રેસના નેતાઓ સાથે મળી આગળની રણનીતિ અંગે ચર્ચા વિચારણા કરી હતી. તમને જણાવી દઈએ કે ગઈ કાલે 23 તારીખના રોજ નવસરીમાં કોંગ્રેસ સમીક્ષા બેઠકનું આયોજન થયું હતું.
આમ, પોતાના સંગઠનને મજબૂત કરી નવી દિશા તરફ લઈ જવા માટે કોંગ્રેસે કમરકસી છે. દક્ષિણ ગુજરાતથી શરૂ થયેલું કોંગ્રેસનું સંગઠન પર્વ નવસારી શહેરના ઉમા ભવન ખાતે પહોંચ્યું હતું. અહીં દક્ષિણ ગુજરાતના નેતાઓને મળીને સંગઠનને મજબૂત કરવા માટેની રણનીતિ શરૂ કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને રાષ્ટ્રીય નેતા મુકુલ વાસનિકે નવસારી જિલ્લામાં નેતાઓને સાંભળી સંગઠનની સમીક્ષા કરી હતી. સંગઠન પર્વને કઈ રીતે મજબૂત કરાય અને કેવા પ્રકારના આંદોલન કરી શકાય તે બાબતે કાર્યકર્તાઓ સાથે ચર્ચાનો દોર શરૂ કર્યો હતો.
આ દરમિયાન શક્તિસિંહ ગોહિલ જણાવ્યું હતું કે, "અમે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સંગઠન કઈ રીતે મજબૂત કરી શકાય તેના માટે કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. ગઢ કોઈનો નથી હોતો, અગાઉ સીડી પટેલથી નવસારી ઓળખતું હતુ. અહીંના પ્રતિનિધિઓને પ્રજાએ મત આપ્યા છે, ભાજપને લોકો મદદ કરે એનો મતલબ એ નથી, કે ગઢ બન્યો છે."
સભામાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, "અમિત શાહ દ્વારા બંધારણના ઘડવૈયા આંબેડકરજીનું અપમાન કરવામાં આવ્યું છે એ આંદોલનને અમે લોકો સુધી લઈ જઈશું. ગુજરાતમાં અનેક મુદ્દે સરકાર નિષ્ફળ થઈ છે. અમે આગામી સમયમાં ક્યાં આંદોલનો કરવા છે તેની તૈયારી કરીશું. આંબેડકરજીનું અપમાન હોય કે પછી હોસ્પિટલોમાં થતા ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ આ તમામ બાબતોને અમે લોકો સુધી લઈ જઈશું."
ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે, "અમે બંધારણના ઘડવૈયા આંબેડકરજીનું અપમાન થયું છે એને લોકો સુધી લઈ જઈશું. આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એમના પર એક્શન લેવાનું જરૂર હતી પરંતુ તેઓએ તો એમને સંરક્ષણ પૂરું પાડ્યું છે."
આ પણ વાંચો: