ETV Bharat / international

બાંગ્લાદેશે ભારતને પત્ર લખ્યો, શેખ હસીનાને પરત મોકલવા માંગ કરી - BANGLADESH LETTER TO INDIA

બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારતને એક પત્ર લખ્યો છે, જેમાં પદભ્રષ્ટ પીએમ શેખ હસીનાને ભારતથી ઢાકા પરત મોકલવાની માંગ કરી છે.

પૂર્વ વડાપ્રધાન શેખ હસીના
પૂર્વ વડાપ્રધાન શેખ હસીના (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 16 hours ago

બાંગ્લાદેશ : પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાને ઢાકા પરત લાવવાની માંગણી કરતા બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારતને પત્ર લખ્યો છે. બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન તેઓ દેશ છોડીને ભારત આવ્યા હતા.

બાંગ્લાદેશે લખ્યો ભારતને પત્ર : પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને સોમવારે ઢાકા પરત મોકલવા માટે ભારતને રાજદ્વારી સંદેશ મોકલવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, શેખ હસીના 5 ઓગસ્ટથી ભારતમાં નિર્વાસિત જીવન જીવી રહી છે. બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન તેઓ દેશ છોડીને ભારત આવ્યા હતા.

શેખ હસીના વિરુદ્ધ વોરંટ : ઢાકા સ્થિત ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલે (ICT) શેખ હસીના વિરુદ્ધ "માનવતા અને નરસંહાર વિરુદ્ધના ગુનાઓ" માટે ધરપકડ વોરંટ જારી કર્યું છે. તેમના સિવાય તેમના કેબિનેટ મંત્રીઓ, સલાહકારો તેમજ સૈન્ય અને વહીવટી અધિકારીઓ સામે પણ ધરપકડ વોરંટ જારી કરવામાં આવે છે.

આ અંગે વચગાળાની સરકારમાં વિદેશ મંત્રી તૌહીદ હુસૈને મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, અમે ભારત સરકારને રાજદ્વારી સંદેશ મોકલ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશમાં ન્યાયિક પ્રક્રિયા માટે તેમને (હસીનાને) ઢાકા પરત મોકલવામાં આવે.

પ્રત્યાર્પણ સંધિ હેઠળ લખ્યો પત્ર : તમને જણાવી દઈએ કે, આ પહેલા ગૃહ મંત્રાલયના સલાહકાર જહાંગીર આલમે કહ્યું હતું કે, પૂર્વ પીએમ શેખ હસીનાના પ્રત્યાર્પણ માટે ભારતના વિદેશ મંત્રાલયને પત્ર મોકલવામાં આવ્યો છે. અમે તેમના પ્રત્યાર્પણ અંગે વિદેશ મંત્રાલયને પત્ર મોકલ્યો છે. પ્રક્રિયા હજી ચાલુ છે. ઢાકા અને નવી દિલ્હી વચ્ચે પ્રત્યાર્પણ સંધિ પહેલાથી જ અસ્તિત્વમાં છે. આ સંધિ હેઠળ શેખ હસીનાને બાંગ્લાદેશ પરત લાવી શકાય છે.

  1. બાંગ્લાદેશમાં 3500 લોકોને ગાયબ કરવાનો મામલો, શેખ હસીના પર મોટો આરોપ
  2. "બાંગ્લાદેશમાં નરસંહારના 'માસ્ટર માઈન્ડ' યુનુસ", શેખ હસીનાએ નિશાન સાધ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.