ETV Bharat / state

Patan Crime : પાડલા હત્યા કેસના બે આરોપીઓ ઝડપાયા, પારિવારિક અદાવતમાં બદલાની હતી ઘટના

પાટણના પાડલા ગામમાં જામીન પર મુક્ત આરોપીના બાઇકને ટ્રેક્ટરથી ટક્કર મારી નીચે પાડી માથાના ભાગે હથિયારો વડે ઘા મારી હત્યા કરવાનો બનાવ બન્યો હતો. પારિવારિક અદાવતમાં બદલાની આ ઘટનામાં પાટણ પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે.

Patan Crime : પાડલા હત્યા કેસના બે આરોપીઓ ઝડપાયા, પારિવારિક અદાવતમાં બદલાની હતી ઘટના
Patan Crime : પાડલા હત્યા કેસના બે આરોપીઓ ઝડપાયા, પારિવારિક અદાવતમાં બદલાની હતી ઘટના
author img

By

Published : Jul 26, 2023, 2:53 PM IST

આરોપીઓની ધરપકડ

પાટણ : શંખેશ્વર તાલુકાના પાડલા ગામે કૌટુંબિક ભાઈઓ વચ્ચેના ઝઘડામાં છ મહિના અગાઉ થયેલ ફાયરિંગની ઘટના બની હતી. આ અદાવતમાં ગઈકાલે બે સગા ભાઈઓએ જેલમાંથી જામીન પર મુક્ત આરોપીના બાઇકને ટક્કર ટ્રેક્ટરથી ટક્કર મારી નીચે પાડી માથાના ભાગે હથિયારો વડે ઘા મારી હત્યા કર્યાનો બનાવ બન્યો હતો. ત્યારે બનાવને પગલે પાટણ પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ઘટનામાં ચંડોવાયેલા બે સગા ભાઈઓની ધરપકડ કરી તેઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આરોપી અને મરણ જનાર બંને સગા માસીયાઇ ભાઈઓ છે. અગાઉની ફાયરિંગની જૂની અદાવતમાં આ ઘટનાને આરોપીઓએ અંજામ આપ્યો હતો. પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે...ડી. ડી. ચૌધરી (DySP)

પારિવારિક અદાવતનો મામલો : પાડલા ગામે છ મહિના અગાઉ ભટ્ટી સમાજના કુટુંબિક ભાઈઓના બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ઇલિયાસ ઉર્ફે ઇલુએ સરફરાજ ખાન પર ખાનગી રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું જે મુદ્દે પોલીસે આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો. દરમિયાન છ મહિના બાદ ઇલિયાસ જામીન ઉપર છૂટી પરત આવ્યો હતો અને પોતાની મોટરસાયકલ લઈને કામ અર્થે શંખેશ્વર ગયો હતો. ત્યાંથી પાડલા પરત આવી રહ્યો હતો તે દરમિયાન રસ્તામાં સારકી તલાવડી નજીક બાઇક સાથે જઈ રહેલ ઈલિયાસને અગાઉની અદાવતમાં તેના બાઇકને ટ્રેક્ટર વડે ટક્કર મારી નીચે પાડી દઈ માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી હત્યા કરી હતી.

પોલીસે ધરપકડ કરી : આ બનાવ બાદ હત્યારા બંને સગા ભાઈઓ ફરાર થઈ ગયા હતા. અત્યારે પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી હતી. ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને બંને આરોપીઓને તાકીદે શોધી કાઢવા પાટણ જિલ્લા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી અને સરફરાજ ખાન ઉર્ફે સફુ કાલુમિયા ભટ્ટી અને સલીમ કાલુમિયા ભટ્ટીને શંખેશ્વર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા અને તેઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

  1. Patan Crime: પડલા ગામે વેરમાં થઈ હત્યા, ફાયરિંગની અદાવતમાં જીવ ગયો
  2. Ahmedabad Crime : પતિએ પત્નીની હત્યાનો બનાવ્યો પ્લાન, મૃતદેહને રીક્ષામાં પ્રવાસીની જેમ બેસાડી ફેંકી આવ્યા ધોળકા
  3. Valsad Crime: વાપીમાં ભાજપના નેતા શૈલેષ પટેલની હત્યા કરનાર 2 શાર્પ શૂટરોની ઝારખંડથી ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.