ETV Bharat / state

પાટણ કોંગ્રેસે યોજી પત્રકાર પરિષદ, ખેડૂત વિરોધી કાયદા સંદર્ભે આપ્યા કાર્યક્રમ

પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી દિવસોમાં કૃષિ કાયદાના વિરોધમાં આપનારા રચનાત્મક કાર્યક્રમની રણનીતિ અંગે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી કાર્યક્રમની માહિતી આપી હતી.

પાટણ કોંગ્રેસે યોજી પત્રકાર પરિષદ, ખેડૂત વિરોધી કાયદા સંદર્ભે આપ્યા કાર્યક્રમ
પાટણ કોંગ્રેસે યોજી પત્રકાર પરિષદ, ખેડૂત વિરોધી કાયદા સંદર્ભે આપ્યા કાર્યક્રમ
author img

By

Published : Dec 22, 2020, 4:42 PM IST

Updated : Dec 22, 2020, 5:00 PM IST

  • કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસ આપશે વિવિધ કાર્યક્રમો
  • ગામડે ગામડે જઇ ખેડૂતો સાથે કરશે જનસંપર્ક
  • તાલુકા અને જિલ્લા મથકોએ કૃષિ કાયદાની કરાશે હોળી
  • 22 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી સુધી કરવામાં આવશે વિવિધ કાર્યક્રમો
    ખેડૂત વિરોધી કાયદા સંદર્ભે આપ્યા કાર્યક્રમ

પાટણઃ રાજધાની દિલ્હીમાં ગત કેટલાક દિવસથી સરકાર દ્વારા અમલી કરાયેલા 3 કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. જેને વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસે પણ સમર્થન આપ્યું છે. આ સંદર્ભે કોંગ્રેસ ખેડૂતોના પ્રશ્નોને લઇ ગામડે-ગામડે, ખેતર-ખેતર સુધી લઈ જવાની રણનીતિ બનાવી છે. જેના અનુસંધાને પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કિસાન સંઘના પ્રમુખના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજી આગામી કાર્યક્રમોની માહિતી આપવામાં આવી હતી.

પાટણ કોંગ્રેસે યોજી પત્રકાર પરિષદ, ખેડૂત વિરોધી કાયદા સંદર્ભે આપ્યા કાર્યક્રમ
પાટણ કોંગ્રેસે યોજી પત્રકાર પરિષદ, ખેડૂત વિરોધી કાયદા સંદર્ભે આપ્યા કાર્યક્રમ

કોંગ્રેસે મૃતક ખેડૂતોને આપી શ્રદ્ધાંજલિ

જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ખેડૂત આંદોલનમાં શહીદ થયેલા 21 જેટલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. પાટણ જિલ્લા કિસાન સંઘના પ્રમુખ ભુરા જોશીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, 22 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી સુધી શહેર સહિત જિલ્લાના વિવિધ તાલુકા મથકો પર કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે. જેમાં સરકારે પાસ કરેલા ખેડૂત વિરોધી 3 કાળા કાયદાની જિલ્લા-તાલુકા કક્ષાએ હોળી કરવામાં આવશે. આ ઉપરાંત ગામડે-ગામડે ખેડૂતોના ખેતર સુધી જઇ ખેડૂતો સાથે સંવાદ કરવામાં આવશે. તેમજ જન સંપર્ક કરી ખેડૂત વિરોધી કાયદા અંગે આવેદનપત્ર અને સહી ઝુંબેશ કરવામાં આવશે. આ સાથે ગામના દરેક મંદિરોમાં અહિંસક આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવશે.

ખેડૂત આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતોને ગામના મંદિરોમાં આપવામાં આવશે શ્રદ્ધાંજલિ

પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા ગામડે-ગામડે અને ખેતરે-ખેતરે ઝઈ ખેડૂતોને કૃષિ કાયદા અંગે માહિતગાર કરવા અને જાગૃતિ લાવવાના પ્રયાસના ભાગરૂપે આ કાર્યક્રમો કરવામાં આવશે.

Last Updated : Dec 22, 2020, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.