પાટણ પ્રાચીન નગર ગણાતા પાટણ શહેરના નગર દેવી કાલિકા માતાના (Patan Goddess Kalika Mata ) મંદિરે દુર્ગાષ્ટમી નિમિત્તે સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે માતાજીની પાલખીયાત્રા વાજતે ગાજતે નિજ મંદિરેથી નીકળી શહેરના વિવિધ માર્ગો પર ફરી ત્રણ દરવાજા પાસે આવેલા મહાલક્ષ્મી માતાના મંદિરે (Mahalakshmi Mata Temple) પહોંચી હતી. ત્યાં આરતી બાદ આ યાત્રા કાલિકા માતા મંદિરે (Kalika Mata Temple) પરત ફરી હતી.
મા કાલી પાલખીમાં જઈ નાની બહેન મહાલક્ષ્મીને મળે છે પાલખીયાત્રામાં (Palkhiyatra on Durgashtami day Patan) મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. પાટણમાં પરંપરાગત રીતે નગરદેવીની પાલખી યાત્રા નીકળી હતી. દુર્ગાષ્ટમીએ મા કાલી પાલખીમાં બિરાજમાન થઈ નાની બહેન મહાલક્ષ્મીને મળવા જાય છે. પાલખીયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા ગુર્જર નરેશ સિદ્ધરાજ જયસિંહ સ્થાપિત પ્રાચીન પાટણના નગર દેવી મા કાલિકાના ઐતિહાસિક મંદિર ખાતે ધામધૂમ પૂર્વક દુર્ગાષ્ટમીની પૂજા વિધિ (Durgashtami Puja Ritual) કરવામાં આવી હતી.
પાટણ સ્વયંભૂ પ્રગટ થયેલા કાલિકા માતા 800 વર્ષથી પણ વધુ પ્રાચીન કિલ્લામાંથી સ્વયંભૂ પ્રગટ થયેલા કાલિકા માતાને પાટણના નગર દેવી માનવામાં આવે છે. વર્ષોથી દુર્ગાષ્ટમીના રોજ માતાજીની પાલખીયાત્રા નગરમાં નીકળવામા આવે છે. જેથી હાલમાં ચાલતા નવરાત્રી (Patan Navratri Festival 2022) પર્વમાં દુર્ગાષ્ટમીના દિવસે ધામધૂમ પૂર્વક નગર દેવીની પાલખી યાત્રા નીકળી હતી.
નવરાત્રી પર્વએ જગત જનનીનું પર્વ મહાલક્ષ્મી મંદિરે દુર્ગાષ્ટમીએ બન્ને બહેનોનો સંગમ થાય છે. વર્ષોની પરંપરા આજે પણ નગરદેવી કાલિકા માતા મંદિરમા જળવાઈ છે. નવરાત્રી પર્વએ જગત જનનીનું પર્વ કહેવાય છે. શાસ્ત્રો વર્ણવ્યા મુજબ મા કાલિકાને લક્ષ્મીજીના મોટા બહેન કહેવાય છે. એટલે જ પાટણમા સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ દુર્ગાષ્ટમીના દિવસે મોટા બહેન નાની બહેનને મળવા સ્વયં પાલખીમા બિરાજમાન થઈ નગરમાં નીકળે છે.
બન્ને બહેનોનો સંગમ જે પરંપરા આજે પણ અહીંયા અકબંધ રહેવા પામી છે. માતાજીની પાલખી શહેરના વિવિધ વિસ્તારોમાં થઇ મહાલક્ષ્મી મંદિરે પહોંચી હતી. જ્યાં બંને બહેનોનો સંગમ થતા મોટી સંખ્યમાં દર્શનાર્થે આવેલા ભક્તોમા અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો.