ETV Bharat / state

Gujarat Rain Update : પાટણ જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી - Gujarat News

પાટણ જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શનિવારે રાત્રે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ થતાં લોકોએ ગરમી અને બફારથી રાહત મેળવી હતી. બીજા દિવસે સવારથી બરાબર વરસાદી માહોલ જામ્યો હતો. જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર થતા ખેડૂત આલમમાં ખુશીની લહેર પ્રસરી છે.

Rain in Patan
Rain in Patan
author img

By

Published : Jul 25, 2021, 4:59 PM IST

  • પાટણ જિલ્લામાં વરસાદી માહોલ
  • શનિવારે રાતથી જિલ્લામા સાર્વત્રિક વરસાદ
  • લાંબા વિરામ બાદ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થઈ
  • વરસાદને પગલે શહેરના નિંચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

પાટણ: જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી દિવસ દરમિયાન અસહ્ય ગરમી અને ઉકળાટને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. શનિવારે રાત્રે વાતાવરણ (Atmosphere) માં એકાએક પલટો આવ્યો હતો અને આકાશમાં ઘટાટોપ કાળા ડિબાંગ વાદળો (clouds) ધસી આવ્યા હતા અને વીજળીના તેજ લિસોટા તેમજ ભડાકા સાથે ધોધમાર વરસાદ (heavy rain) ની ધમાકેદાર એન્ટ્રી થતા વરસાદી પાણી માર્ગો ઉપર ફરી વળ્યું હતું. તો બીજા દિવસે રવિવારે પણ સવારથી જ વરસાદી માહોલ બરાબર જામ્યો હતો અને ધીમીધારે વરસાદ વરસતા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. વરસાદ (rain) ને પગલે શહેરના નિંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો બીજી તરફ સાર્વત્રિક વરસાદને પગલે વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી હતી.

પાટણ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર

આ પણ વાંચો: પાટણમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન

વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો

ચાલુ વર્ષે વરસાદ ખેંચાયા બાદ પાટણમાં મેઘ મહેર થઇ છે. જિલ્લાના પાટણ, સિદ્ધપુર, સરસ્વતી, શંખેશ્વર, હારીજ, રાધનપુર અને સમીમાં પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ (heavy rain) ની એન્ટ્રી થઈ છે. તો જિલ્લાનો સાંતલપુર તાલુકો કોરો રહ્યો છે. વરસાદને લઈ ખેડૂતો (farmers) માં ખુશીની લહેર પ્રસરી છે સાથે જ વરસાદ થતાં ખેડૂતો (farmers) ના પાકને જીવતદાન મળતા ખેડૂત આલમમાં આનંદ છવાયો છે.

પાટણ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર
પાટણ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર

આ પણ વાંચો: Dang Rain: જિલ્લામાં વરસાદનું આગમન, ખેડૂતોમાં ખુશીનો માહોલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.