પાટણઃ શહેરના વોર્ડ નંબર 1 પછાત વિસ્તાર છે, અહી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે. જ્યારે હાલમાં લોકડાઉનના સમયગાળામાં આ વિસ્તારના ગરીબ પરિવારોની હાલત કફોડી બની છે. ત્યારે સ્થાનિક કોર્પોરેટર મનોજ પટેલ દ્વારા પોતાના વિસ્તારમાં રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાના આશયથી સેવાયજ્ઞ શરૂ કર્યો છે. તેઓએ જરૂરિયાતમંદો માટે શાકભાજી સહિતની જીવન જરૂરિયાતની 400થી વધુ રાશન કીટ તૈયાર કરી છે. તેમના આ સેવાકાર્યમાં 5 વોર્ડના યુવાનો પણ પોતાનો સહયોગ આપી રહ્યા છે. તેઓ જરૂરિયાતમંદ પરિવારોના ઘર ઘર સુધી કીટ પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
કોરોના વાઇરસની મહામારી વચ્ચે પોતાના પરિવારોની પણ ચિંતા કર્યા વગર લોકોના રક્ષણ માટે ખડેપગે રહેતા ડૉક્ટર્સ, નર્સ,સફાઈ કામદારો તેમજ પોલીસ તંત્રની કામગીરીને પણ નગરસેવકે બિરદાવી હતી.