- જિલ્લાના 78 કેન્દ્ર ઉપર રસીકરણ અભિયાનનો કરાયો પ્રારંભ
- પાટણમાં નાના મોટા વેપારીઓને રસી આપવાનો પ્રારંભ
- શહેરમાં અત્યાર સુધીમાં 5000 નાના મોટા વેપારીઓને અપાઈ રસી
પાટણ : સમગ્ર રાજ્યમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો અને મોટાભાગના લોકો તેની ઝપટમાં આવતા હોસ્પિટલોમાં બેડ તેમજ ઓક્સિજનની અછત સર્જાઈ હતી, ત્યારે કોરોના સામે રક્ષણ મેળવવા માટે રસી જ એક ઉપાય છે. રાજ્યનો દરેક વ્યક્તિ કોરોના રસી લઇ સુરક્ષિત બને તે માટે સરકાર અને વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને લોકો કોરોના રસી લઇ સુરક્ષિત બને તે માટે જનજાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવે છે.
આ પણ વાંચો: વડોદરામાં રસીકરણના આંકડાનું મિસ મેનેજમેન્ટ છતું થયું
18 વર્ષ ઉંમરથીના 44,000 લોકોએ રસી લીધી
રાજ્યમાં સુપર સ્પ્રેડરની વ્યાખ્યામાં આવતા તમામ પ્રકારના નાના મોટા વેપારીઓને કોરોના પ્રતિરોધક રસીકરણ હેઠળ આવરી લેવા માટેની સૂચના આપવામાં આવી હતી, જે અંતર્ગત પાટણ શહેર સહિત જિલ્લામાં રવિવારથી નાના મોટા વેપારીઓને રસી આપવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી, આરોગ્ય અધિકારી અને સિવિલ સર્જનની ઉપસ્થિતિમાં ખાસ રસીકરણ ઝુંબેશ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પાટણ શહેરમાં કુલ 3,000 સુપર સ્પ્રેડરોએ ખાસ રસી ઝુંબેશમાં આવરી લઇ 3 સેન્ટરો પર રસી આપવાની કામગીરી શરૂ કરાઇ છે. અત્યાર સુધીમાં પાટણ જિલ્લામાં લગભગ 18 વર્ષ ઉંમર ધરાવતા 44,000 લોકોએ રસી લીધી છે.
આ પણ વાંચો: ઓલપાડમાં કોરોનાની રસી લેવા આવતા લોકો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા
રસીકરણ કેન્દ્રો વેપારીઓની લાઈનો
પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે રવિવારે સવારથી જ મોટી સંખ્યામાં નાના મોટા વેપારીઓ રસી લેવા માટે ઉમટયા હતા, દરેક વેપારીઓને રસી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી હતી, તો રસી લેનાર વેપારીએ દરેક વેપારીઓને રસી લેવા માટે અનુરોધ કર્યો હતો.