● અનાવાડા ગામના ખેડૂત યુવકે સાત પગલા ખેડૂત કલ્યાણકારી યોજનાનો લીધો લાભ
● આ યોજનાથકી ખેડૂત યુવકે માલવાહક ટેમ્પો ખરીદ્યો
● ટેમ્પા થી ખેતીપાક લઈ જવામાં પડી રહી છે સરળતા
● યુવા ખેડૂતને સરકાર દ્વારા ૫૦ હજારની સબસીડી પણ આપવામાં આવી
રાજ્ય સરકારની સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનાથી પાટણના ખેડૂતો થયા લાભાન્વિત, જુઓ કેવીરીતે? પાટણ: અનાવાડા ગામના મહેશભાઈ પટેલ કે જેઓ વર્ષોથી ખેતીકામ કરે છે. તેમણે હાલમાં જ રાજ્ય સરકારની સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના હેઠળ લાભ મેળવ્યો છે અને ગુડ્સ કેરેજની સહાય પ્રાપ્ત કરી છે. આ યોજનાથી તેમણે માલવાહક ટેમ્પો વસાવ્યો છે જેના થકી આજે તેમને પોતાનો ખેતીપાક માર્કેટયાર્ડ કે ગોડાઉનમાં લઈ જવો સરળ બન્યો છે તેમજ તેમના સમય અને ખર્ચનો બચાવ થયો છે. આ યોજના હેઠળ તેમણે પાણીનો હોજ બનાવી વધારાની સહાય પણ મેળવી છે. જેથી તેમની ખેતી સમૃદ્ધ બની છે.
● ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને યોજનાઓનો લાભ પહોંચાડવાના કરવામાં આવી રહ્યા છે પ્રયત્નો સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનાથી પાટણના ખેડૂતો થયા લાભાન્વિત, જુઓ કેવીરીતે? ● ગ્રામસેવકો ગ્રામીણ સ્તરે નાનામાં નાના ખેડૂતો સુધી યોજનાઓ પહોંચાડી રહ્યા છેપાટણ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતોને પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સરકારની સાત પગલા ખેડૂત કલ્યાણ યોજનામાં વધુ ને વધુ ખેડૂતો લાભ મેળવી શકે એ માટેના સતત પ્રયત્નો ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ગ્રામીણ સ્તરે ગ્રામ સેવકો આ યોજનાને નાનામાં નાના ખેડૂત સુધી પહોંચાડી રહ્યા છે અને ઓનલાઈન અરજી કરવાની સાથે યોજનાનું માર્ગદર્શન પણ આપી રહ્યા છે.
સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનાથી પાટણના ખેડૂતો થયા લાભાન્વિત, જુઓ કેવીરીતે? ● સરકારે ખેડૂતોના હિતમાં કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી
સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનાથી પાટણના ખેડૂતો થયા લાભાન્વિત, જુઓ કેવીરીતે? ● ખેડૂતો સધ્ધર બને તે માટે સાત પગલાં યોજના અમલી બનાવી● કલ્યાણકારી યોજનાઓથી વડાપ્રધાનનું સ્વપ્ન થશે સાકારસરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે જેનો દેશના લાખો ખેડૂતો લાભ લઇ રહ્યા છે. આવી ખેડૂતલક્ષી યોજનાઓથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાનું જે સ્વપ્ન જોયું છે તે આવી કલ્યાણકારી યોજનાઓ થકી સાકાર થશે.