પાટણ ખાતે યોજાયેલ આ ત્રિવિધ કાર્યક્રમમાં તાલુકા સંઘ અને રણુંજ નાગરિક બેંકના એજન્ડા પરના કામોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. સંસ્થાના વાર્ષિક હિસાબો મંજુર કર્યા હતા. આ કાર્યક્રમમાં સહકારી આગેવાનોએ સહકારી સંસ્થાઓને મજબૂત અને સદ્ધર બનાવવા સહકારી સંઘમાંથી જ વિવિધ વસ્તુઓ ખરીદવા ખેડૂતોને હિમાયત કરી હતી.
પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘે ચાલુ વર્ષના અંતે ખર્ચ બાદ કરતાં 4.87 કરોડ નો ચોખ્ખો નફો કર્યો છે. જ્યારે રણુંજ નાગરિક બેંકે 1.15 કરોડ નો ચોખ્ખો નફો કર્યો છે. બેન્કે શુભલક્ષ્મી ફિક્સ ડિપોઝીટ યોજના શરૂ કરી છે જેમાં 8 ટકા વ્યાજ નો લાભ લેવા સભાસદો અને ખેડૂતોને અનુરોધ કર્યો હતો.