- 55 વર્ષીય મહિલાઓ કોરોનાને આપી મ્હાત
- 80% ફેફસા કોરોનાથી થયા હતા સંક્રમિત
- 10 દિવસની સારવાર બાદ થયા કોરોના મુક્ત
પાટણઃ કોરોના સંક્રમણની બીજી લહેરમાં કોરોના કેસમાં સત્તત વધારો થતો જોવા મળી રહ્યો છે, તેની સામે વધુ લોકો કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થનારા લોકોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. પાટણના કોવિડ કેર સેન્ટરમાં નાના નાયતા ગામની 55 વર્ષીય મહિલા સવિતાબેન ઠાકોર માત્ર 10 જ દિવસમાં સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફર્યા છે.
આ પણ વાંચોઃ પાટણ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવાની કામગીરી શરૂ કરાઈ
80 ટકા ફેફસા થયા હતા કોરોના સંક્રમિત
વાગડોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસકર્મી પ્રવિણ ઠાકોરના 55 વર્ષીય માતા સવિતાબેન ઠાકોર કોરોનાથી સંક્રમિત થયા હતા. 26 એપ્રિલના રોજ તેમની તબીયત લથડતા સરીયદ ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં શરૂ કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં સારવારની સુવિધા ઉપલબ્ધ હોવાથી તેમને દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર અંગે વાત કરતા ડૉ.મિતેષ પ્રજાપતિએ જણાવ્યું કે, સવિતાબેનને એડમિટ કરવામાં આવ્યા ત્યારે તેમનો એચ.આર.સી.ટી. સ્કોર 20 જેટલો હતો. એટલે કે તેમના 80 ટકા ફેફસા કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા હતા. જેના કારણે તેમનું ઓક્સિજન લેવલ પણ 60 ટકા થઈ ગયું હતું. સવિતાબેનના શરીરમાં ઘટી ગયેલા ઓક્સિજનના સ્તર અને તેમના ફેફસા પર થયેલી ગંભીર અસરના કારણે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેમની ઓક્સિજન સાથેની સારવાર શરૂ કરાઈ હતી. સારવાર દરમિયાન સવિતાબેનને રેમડેસિવિર ઈન્જેક્શન પણ આપવામાં આવ્યા હતા. સતત પાંચ દિવસ સુધી ઓક્સિજન, જરૂરી ઈન્જેક્શન, દવાઓની સાથે સાથે ફિઝીયોથેરાપી સહિતની સારવાર આપવામાં આવતાં તેમની તબીયત સ્થિર થવા લાગી હતી.
આ પણ વાંચોઃ પાટણમાં મ્યુકોરમાઈક્રોસીસનો પ્રથમ કેસ નોંધાયો
મહિલાના પુત્રએ તબીબોનો આભાર માન્યો
તબીબોનો આભાર માનતા પ્રવિણભાઈએ જણાવ્યું કે, કોવિડ કેર સેન્ટરમાં મળેલી સમયસરની શ્રેષ્ઠ સારવાર સાથે ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફની મહેનતથી મારા મમ્મી મને પાછા મળ્યા છે. 10 દિવસની સઘન સારવાર બાદ સ્વસ્થ થયેલા સવિતાબેનને વધુ બે દિવસ મોનિટરીંગમાં રાખી પૂર્ણ સ્વસ્થતા સાથે તેમને કોવિડ કેર સેન્ટર ખાતેથી રજા આપવામાં આવી છે.