- ગુરુવારે નવા 39 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- પાટણ શહેરમાં સૌથી વધુ 16 કેસ નોંધાયા
- ચાણસ્મા તાલુકામાં આઠ કેસ નોંધાયા
- સરકારની ગાઇડલાઇનનો ચુસ્તપણે અમલ કરાવવો જરૂરી
આ પણ વાંચોઃ પાટણ યુનિવર્સિટી દ્વારા તમામ પરીક્ષાઓ હાલ મોકૂફ રાખવાની જાહેરાત કરાઇ
પાટણઃ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં વધારો જોવા છે ત્યારે ગુરુવારે પાટણ શહેર સહિત જિલ્લામાં 39 કેસો નોંધાવા પામ્યા છે. એક તરફ કોરોનાના હાલના તબકકામાં નવો સ્ટ્રેન આવતા આરોગ્યતંત્ર પણ ચોંકી ઉઠયું છે. ગુરુવારે 39 કેસો પૈકી સૌથી વધુ પાટણ શહેરમાં 16 કેસ, પાટણ તાલુકામાં 3, ચાણસ્મામાં 8, રાધનપુર-હારીજ-શંખેશ્વરમાં 1-1 , સાંતલપુર તાલુકામાં 6 અને સિદ્ધપુર તાલુકામાં 3 કેસ નોંધાવયા છે. સમગ્ર ગુજરાતમાં કોરોનાએ ગતિએ પકડી છે.
સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં કોરોનાના 200થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે
સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં કોરોનાના 200 વઘુ કેસ નોંધાઇ રહ્યા છે. પાટણ જિલ્લામાં કોરોનાન કેસમાં વધારો નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ તમામ પોલીસ મથકોના અધિકારીઓ દ્વારા માસ્ક ન પહેરનારા લોકો સામે દંડનાત્મ કાર્યવાહી કરવામાં આવી રહી છે, ઠેર ઠેર રસીકરણના કાર્યક્રમો પણ યોજાઇ રહ્યા છે. સેવાભાવી સંસ્થાઓના સૌજન્યથી પાટણ શહેર સહિત જિલ્લાભરમાં રસીકરણના કેમ્પો યોજાઇ રહ્યા છે, પરંતુ હજુ સુધી જોઇએ તે પ્રકારની ગતિ આવી નથી. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણના કાર્યક્રમો સફળ થઇ રહ્યા છે. કોરોના વિસ્ફોટને અટકાવવા સરકારની ગાઇડલાઇનનું ચુસ્તપણે અમલ કરવો જરુરી છે.
આ પણ વાંચોઃ કોરોનાના બીજા તબક્કામાં રાજ્યના કેટલાક ચોંકાવનારા કિસ્સાઓ