પંચમહાલઃ ગોધરા જેવા નાનકડાં શહેરમાંથી આવતી લોકપ્રિય ગાયિકા સાંત્વની ત્રિવેદીને યુટ્યુબએ સિલ્વર બટન આપી સન્માન કરી છે. આ સિદ્ધિ કોઈ નાની નથી. આ સિદ્ધિ ગોધરા અને સાંત્વની ત્રિવેદી માટે ખૂબ ગર્વની વાત છે.
સાંત્વની હાલ યુટ્યુબ પર 1.8 લાખ સબ્સ્ક્રાઇબર્સ ધરાવે છે. તેમના ચાહકોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. લોકોને તેમના ફોક સોન્ગને ખૂબ પસંદ કરી રહ્યા છે.
આજથી પાંચ વર્ષ પહેલાં સાંત્વનીએ પોતાના કરિયરની શરૂઆત કરી હતી. અને જુદા-જુદા પ્રવાસ સ્થળોએ વીડિયો બનાવીને પોતાના યુટ્યુબ પર મુક્યાં હતા. હાલમાં જ સાંત્વનીનું ઓરિજિનલ આલ્બમ સોન્ગ "વેરી વરસાદ" ગુજરાતભરમાં ખૂબ લોકપ્રિય થયું છે. આ ગીતને ગુજરાતના સ્થાનિક રેડિયો સ્ટેશનમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
સાંત્વની ત્રિવેદી આ સિવાય વહાલનો દરિયો (કવર સોન્ગ) ઊંચી તલાવડી, વા વાયાને વાદળ, વાદલડી વરસી, ગુજરાતી લવ મેશઅપ વગેરે પ્રસિદ્ધ ગીતો આપ્યા છે. આ દરેક ગીતોને લોકોનો ખૂબ પ્રેમ મળ્યો છે.