પંચમહાલ: વારંવાર ફોન કરવાની બાબતે યુવકની હત્યા - કલોલના હત્યાના સમાચાર
પંચમહાલના કાલોલ તાલુકાના વાછાવડ ગામે ફોન કરી હેરાન કરતા પુરુષને મારમારી મોતને ઘાટ ઉતારવાની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી.
- કાલોલ તાલુકામાં વ્યક્તિનો બનાવ
- વારંવાર ફોન કરવાની બાબતે માર માર્યો
- છેતરીને બોલાવી ગુપ્ત ભાગે માર માર્યો
- સારવાર દરમિયાન યુવકનું મોત
- પોલીસે મહિલા સહિત આરોપીઓની કરી ધરપકડ
પંચમહાલ: પંચમહાલના કાલોલ તાલુકાના વાછાવડ ગામે ફોન કરી હેરાન કરતા પુરુષને મારમારી મોતને ઘાટ ઉતારવાની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી.
ઢોર માર મારી મોતને ઘાટ ઉતાર્યો
કાલોલ તાલુકાના વાછાવડ ગામે રહેતા હર્ષદ કુમાર પરમારે વેજલપુર પોલીસમથકે આપેલી ફરિયાદ મુજબ વાછાવડ ગામે ખેડા ફળિયામાં શુક્રવારે આયોજિત કાવતરું રચીને મારા પિતા કિરીટભાઈને ગીતાબેન પરમારે બોલાવ્યા હતા. તેના પતિ ભૂપેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, તું મારી પત્નીને કેમ હેરાન કરે છે, તેમ કહી અપશબ્દો બોલી માર માર્યો હતો. ગુપ્તાંગ પર લાતો મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં કિરીટસિંહને ગોધરા સારવાર માટે લાવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું.
પોલીસે મૃતક કિરીટભાઈના પુત્રની ફરિયાદના આધારે કિરીટભાઈ પર હુમલો કરનાર તેમજ તેમને બોલાવનાર મહિલા સામે કાવતરું રચી હત્યા કરવા અંગેનો ગુન્હો નોંધી તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે પણ કાર્યવાહી હાથ ધરી હતી . પોલીસ દ્વારા ગણતરણીના કલાકોમાં જ સમગ્ર મામલાના આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.