ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા સહકારી સંઘની ચૂંટણી યોજાઈ હતી. જેમાં 4 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેમાં સવારથી જ સભ્યોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમજ બેન્કિંગ, ઔદ્યોગિક, દૂધ મંડળી અને વ્યક્તિ સભ્યની 4 બેઠકો માટે મતદાન યોજાયું હતું.
આ ચૂંટણીમાં 13 વિભાગમાંથી 9 વિભાગની તાલુકા અને જિલ્લા કક્ષાની સંસ્થાના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. આ 4 બેઠકોના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. તેમાં 11:00 વાગ્યા સુધીમાં વ્યક્તિગત વિભાગમાં 28 ટકા, દૂધ મંડળી વિભાગમાં 78 ટકા અને બેન્કિંગ વિભાગમાં 68 ટકા અને ઔદ્યોગિક વિભાગમાં 78 ટકા મતદાન નોંધાયું હતું.
ઉલ્લેખનીય છે કે, બેન્કિંગ વિભાગમાં માજી સાંસદ ગોપાલસિંહ સોલંકી અને ગોધરા સીટી કો-ઓપરેટિવ બેંકના ચેરમેન કે.ટી પરીખ દાવેદાર છે. જિલ્લા પંચાયતના સદસ્ય કકુલ પાઠકે વ્યક્તિગત વિભાગમાંથી દાવેદારી નોંધવી છે. તેમજ માજી સાંસદ શાંતિલાલ પટેલના પુત્ર જયેશ પટેલ પણ વ્યક્તિગત વિભાગમાંથી દાવેદારી નોંધાવી છે. આગામી 4 તારીખે મતગણતરી હાથ ધરવામાં આવશે.